IPO : 54 રૂપિયા હતો IPO માં શેરનો ભાવ,15 દિવસમાં પહોંચ્યો 170ને પાર, રોકાણકારોને ત્રણ ગણો ફાયદો…

IPO : 54 રૂપિયા હતો IPO માં શેરનો ભાવ,15 દિવસમાં પહોંચ્યો 170ને પાર, રોકાણકારોને ત્રણ ગણો ફાયદો…

આશરે 15 દિવસ પહેલા લિસ્ટ થયેલા પ્લાઝા વાયર્સના સ્ટોકે રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે. પ્લાઝા વાયર્સ (Plaza Wires) ના IPOનો પ્રાઇઝ બેન્ડ 51-54 રૂપિયા હતો.

આઈપીઓમાં કંપનીના શેર 54 રૂપિયા પર એલોટ થયા હતા. પ્લાઝા વાયર્સના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 173.85 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનો આ 52 સપ્તાહનો નવો હાઈ છે. કંપનીના શેર સતત અપર સર્કિટ પર છે. પ્લાઝા વાયર્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 75 રૂપિયા છે.

IPO
IPO

IPO પ્રાઇઝથી 210 ટકાનો વધારો

પ્લાઝા વાયર્સના શેર IPOમાં 54 રૂપિયામાં મળ્યા હતા. કંપનીના શેર 12 ઓક્ટોબરે 84 રૂપિયા પર લિસ્ટ થયા હતા. પ્લાઝા વાયર્સના શેર 1 નવેમ્બર 2023ના 173.85 રૂપિયા પર પહોંચી ગયા છે.

આ પણ વાંચો : Diwali આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો

આઈપીઓની પ્રાઇઝથી કંપનીના શેરમાં 210 ટકા જેટલો વધારો થયો છે. કંપનીના શેર આશરે 49 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. પ્લાઝા વાયર્સના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા છે. પ્લાઝા વાયર્સ ઈલેક્ટ્રિકલ કેબલ્સ, ફેન, આયરન અને ઇમર્સન હીટર બનાવે છે.

IPO
IPO

160 ગણો સબ્સક્રાઇબ થયો હતો IPO

પ્લાઝા વાયર્સનો IPO 160.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓનો રિટેલ કોટા 374.81 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એનઆઈઆઈ) ક્વોટા 388.09 ગણો સબ્સક્રાઇબ થયો હતો. જ્યારે ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો કોટા 42.84 ગણો સબ્સક્રાઇબ થયો હતો.

કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે રોકાણ કરી શકતા હતા. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા હતી, જે હવે 69.83 ટકા રહી ગઈ છે.

more article : IPO : પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *