IPO : લોન્ચ થતાં પહેલા ટાટાના આઈપીઓનો રેકોર્ડ, ગ્રે માર્કેટમાં આસમાન પર ભાવ, મોટી કમાણીની તક…
શેર બજાર માટે આ સપ્તાહ ખુબ ખાસ સાબિત થવાનું છે. શેર બજારના ઈન્વેસ્ટરો જેની રાહ જોઈ રહ્યાં છે, તે આ સપ્તાહે પૂરી થવાની છે. અમે શેરબજારના મોસ્ટ અવેઇટેડ IPO એટલે કે Tata Technologies IPO વિશે વાત કરી રહ્યા છીએ, જે 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે.
ઘણા શેર બન્યા છે મલ્ટીબેગર
ટાટા સમૂહના ઘણા શેર બજારમાં મલ્ટીબેગર સાબિત થયા છે. પછી તે ટીસીએસ હોય કે ટાઈટન કે ટ્રેન્ટ, ટાટા સમૂહના સ્ટોકે ઘણા ઈન્વેસ્ટરોને માલામાલ બનાવ્યા છે. ત્યાં સુધી કે ભારતીય બજારમાં બિગ બુલના નામથી જાણીતા રહેલા દિવંગત દિગ્ગજ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની સફળતાની પાછળ પણ ટાટા સમૂહના શેરનું મોટુ યોગદાન હતું.
આઈપીઓને લઈને જોરદાર માહોલ
આશરે બે દાયકા બાદ ટાટા સમૂહનો કોઈ આઈપીઓ આવી રહ્યો છે. આ પહેલા વર્ષ 2002માં ટાટા સમૂહનો છેલ્લો આઈપીઓ આવ્યો હતો, જ્યારે ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસ બજારમાં ઉતરી હતી. માર્કેટ કેપ એટલે કે વેલ્યૂ પ્રમાણે તેનાથી આગળ માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. સ્વાભાવિક છે કે ટાટાના નવા આઈપીઓને લઈને બજારમાં ખુબ માહોલ બનેલો છે. ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટર ટાટાના નવા આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે.
આ પણ વાંચો : LIC : મહિલાઓ અને દિકરીઓ માટે LIC નો ખાસ પ્લાન, મેચ્યોરિટી પર મળશે તગડા રૂપિયા
આટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ
ટાટા સમૂહનો આ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 22 નવેમ્બરે ઓપન થશે અને 24 નવેમ્બર સુધી બોલી લગાવી શકાશે. આ આઈપીઓ માટે 475થી 500 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આઈપીઓના એક લોટમાં ટાટા ટેકના 30 શેર છે. એટલે કે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 15 હજારનું રોકાણ કરવું પડશે.
5 ડિસેમ્બરથી શરૂ થશે ટ્રેડિંગ
આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 24 નવેમ્બરે બોલી બંધ થયા બાદ ટાટા ટેકના શેર 30 નવેમ્બરે એલોટ કરવામાં આવશે. જે ઈન્વેસ્ટરોને આઈપીઓમાં યુનિટ નહીં મળે તેને 1 ડિસેમ્બરે રિફંડ આપી દેવામાં આવશે. જ્યારે જેને શેર લાગશે તેના ખાતામાં 4 ડિસેમ્બરે શેર જમા થઈ જશે. શેર બજારમાં ટાટા ટેકના શેરનું લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે.
70 ટકા પ્રીમિયમ પર ભાવ
હજુ ટાટા ટેકનો આઈપીઓ ઓપન થવામાં બે દિવસ બાકી છે, પરંતુ ગ્રે માર્કેટમાં તેને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. રવિવાર 19 નવેમ્બરે ટાટા ટેકનો જીએમપી 240-260 રૂપિયા થઈ ગયો છે. એટલે કે ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેર આઈપીઓ પહેલા 70 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જો આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો ઈન્વેસ્ટરોને 70 ટકાની કમાણી થઈ શકે છે.
more article : IPO : ગ્રે માર્કેટમાં સારા નફાનો સંકેત, આ IPO માં એસબીઆઈ અને LIC એ લગાવ્યો દાવ…