IPO : ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 147, જાણો વિગત

IPO : ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 147, જાણો વિગત

IPO : જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે વધુ એક તક આવી રહી છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. હકીકતમાં ડબ્લ્યૂટીઆઈ કેબ્સનો આઈપીઓ રોકાણ માટે 12 ફેબ્રુઆરીએ ઓપન થશે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 14 ફેબ્રુઆરી સુધી દાવ લગાવી શકે છે. તેની પ્રાઇઝ બેન્ડ 140થી 147 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

IPO
IPO

19 ફેબ્રુઆરીએ થઈ શકે છે લિસ્ટિંગ

WTI Cabs ના આઈપીઓ માટે ફાળવણી ગુરૂવાર 15 ફેબ્રુઆરી 2024ના અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. WTI Cabs આઈપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે અને 19 ફેબ્રુઆરીએ શેર બજારમાં ડેબ્યૂ કરી શકે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1000 શેર છે. છૂટક રોકાણકારો માટે જરૂરી લઘુત્તમ રોકાણ રકમ ₹147,000 છે. HNIs માટે લઘુત્તમ લોટ સાઇઝનું રોકાણ 2 લોટ (2,000 શેર) છે જે ₹294,000 જેટલું છે. WTI Cabs IPO એ ₹94.68 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ કુલ 64.41 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે.

IPO
IPO

આ પણ વાંચોઃ મોહન સિંહ ઓબેરોય: માતાએ આપેલા 25 રૂપિયામાથી બનાવ્યું અબજોની કિંમતનું ઓબેરોય હોટેલનું સામ્રાજ્ય

શું ચાલી રહ્યો છે GMP?

WTI કેબ્સના શેર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. ઈન્વેસ્ટરગેન.કોમ પ્રમાણે WTI કેબ્સના શેર આજે ગ્રે માર્કેટમાં ₹126 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ પ્રમાણે શેર 273 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 85.71% નું રિટર્ન મળી શકે છે.

કંપની વિશે

પ્રીમિયમ કેબ સેવાઓની મુખ્ય પ્રોવાઇડર Ticabs,ડ્રાઇવરો માટે સ્વ-રોજગારની તક પ્રદાન કરે છે. 2009માં સ્થાપિત કંપની વર્તમાનમાં દેશભરના 250થી વધુ શહેરોમાં કોર્પોરેટ ક્ષેત્ર માટે વ્યાપક પરિવહન સોલ્યૂશન પ્રોવાઇડ કરે છે. Ticabs હવે ઈન્ટરનેશનલ લેવલ પર પોતાના પરિચાલનનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે, જેની શરૂઆત મુખ્ય આંતરરાષ્ટ્રીય શહેરો દુબઈથી થશે. WTicabs ના સંસ્થાપક અને સીઈઓ અશોક વશિષ્ઠે ખુલાસ કર્યો કે કંપનીએ દુબઈમાં કાર રેન્ટલ લાયસન્સ પ્રાપ્ત કરી લીધુ છે અને જલ્દી ત્યાં પોતાની સેવા શરૂ કરશે. ત્યારબાદ આવનારા વર્ષોમાં અન્ય વૈશ્વિક શહેરોમાં વ્યવસાર શરૂ કરવાની યોજના છે.

more artical : કલ્પના સરોજ : ગુજરાતની છાણની લીપણ બનાવતી મહિલા,આજે બની ગઇ 700 કરોડની માલકીન, જાણો તેની સંઘર્ષોની કહાની…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *