IPO : 15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવ….

IPO : 15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવ….

IPO: કેનેડા સ્થિત ફેયરફેકસ ગ્રુપ દ્વારા સમર્થિત કંપની ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ 15 મેએ પોતાનો આઈપીઓ લોન્ચ થશે. આ કંપનીના આઈપીઓ દસ્તાવેજ પ્રમાણે ઈન્વેસ્ટરો 15 મેથી 17 મે સુધી દાવ લગાવી શકશે. તો એન્કર ઈન્વેસ્ટરો 14 મેથી બોલી લગાવી શકશે. આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઇઝની હજુ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગ્રે માર્કેટમાં શેર તોફાન મચાવી રહ્યો છે. આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા છે. નોંધનીય છે કે કંપનીને સેબી પાસેથી માર્ચમાં આઈપીઓ લાવવાની મંજૂરી મળી ગઈ હતી.

IPOની ડિટેલ

IPO : ગો ડિજિટલના પ્રસ્તાવિત આઈપીઓમાં 1125 કરોડ રૂપિયાના ફ્રેશ શેર છે. આ સિવાય વર્તમાન ગો ડિજિટ ઇન્ફોવર્ક્સ સર્વિસ અને વર્તમાન શેરધારકો દ્વારા 5.47 કરોડ ઈક્વિટી શેરના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે. ગો ડિજિટ ઈન્ફોવર્ક્સ સર્વિસની પાસે વર્તમાનમાં કંપનીની 83.3 ટકા ભાગીદારી છે. મોર્ગન સ્ટેનલી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, નુવામા ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. તો લિંક ઇનટાઇમ ઈન્ડિયા રજીસ્ટ્રાર છે.

આ પણ વાંચોઃ Jyotish Shashtra : હથેળીમાં આ રેખા હશે તો નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ

વિરાટ કોહલીની પણ ભાગીદારી

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ કંપનીના ઈન્વેસ્ટરોમાં સામેલ છે. તે આઈપીઓમાં કોઈ શેર વેચી રહ્યાં નથી. એફએલએ કોર્પોરેશનની માલિકીવાળા ફેયરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સની પાસે છે, જેની પાસે ગો ડિજિટની 45.3 ટકા ભાગીદારી છે. આ સિવાય કંપનીમાં કામેશ ગોયલ અને ઓબેન વેન્ચર્સ એલએલપીની પાસે 14.96 ટકા અને 39.79% ભાગીદારી છે.

કેવું રહ્યું નાણાકીય પરિણામ

IPO : નાણાકીય વર્ષ 2022માં ગો ડિજિટ ઈન્શ્યોરન્સનો નેટ લોસ વધી 295 કરોડ રૂપિયા થઈ ગયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2021માં તે 122 કરોડ હતો. FY22 માટે કંપનીની કુલ આવક 3841 કરોડ રહી. FY22 માં પ્રીમિયમ આવક નાણાકીય વર્ષ 2021 કરતા 62 ટકા વધી હતી.

more article : Success story : 32 વર્ષીય આ ગુજરાતીએ લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો, કમાણી છે 200,00,00,000 રૂપિયા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *