IPO : પૈસા રાખો તૈયાર..આ સપ્તાહ મળશે કમાણી કરવાની તક, 4 નવા IPO આવી રહ્યા છે..
IPO : JNK ઇન્ડિયાનો IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. આ ₹649.47 કરોડનો IPO છે.IPO This Week આ અઠવાડિયે તમને પ્રાઈમરી માર્કેટમાં નાણાં રોકવાની ઘણી તકો મળવાની છે. આ અઠવાડિયે એક મેઈનબોર્ડ અને ત્રણ SME IPO લોન્ચ થવા જઈ રહ્યા છે.
નાણાકીય વર્ષ 2025માં આઈપીઓ માર્કેટની શરૂઆત ધીમી ગતિએ થઈ છે, પરંતુ નિષ્ણાતો આગામી આઈપીઓ વિશે તદ્દન હકારાત્મક છે. JNK ઇન્ડિયાનો મેઇનબોર્ડ IPO આ અઠવાડિયે આવી રહ્યો છે. કંપની આ IPO દ્વારા આશરે રૂ. 649 કરોડ એકત્ર કરશે. આ સિવાય શિવમ કેમિકલ્સ, વરાયા ક્રિએશન્સ અને એમફોર્સ ઓટોટેકના SME IPO આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે.