IPO : JNK ઈન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર 23મી એપ્રિલના રોજ ખુલશે, શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 395-415 નક્કી થઈ
IPO : JNK ઈન્ડિયા લિ. તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં છે. કંપનીએ તેના IPO માટે રૂ. 2/શૅરની ફેસ વેલ્યુના શૅર માટે રૂ. 395/ થી રૂ. 415/ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
IPO : કંપનીની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 23મી એપ્રિલ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 25મી એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 36 ઇક્વિટી શેર્સ માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકે છે.
IPO : આ ઈશ્યૂમાં રૂ. 3,000.00 મિલિયનના નવા ઈશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર તરફથી 8,421,052 ઈક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
IPO : કંપની થર્મલ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાયિંગ, ઇન્સ્ટોલિંગ અને કમિશનિંગ હીટિંગ સાધનોની ક્ષમતાઓ ધરાવે છે અને તે સ્થાનિક અને વિદેશી બજારોને પૂરી પાડે છે.વર્ષોથી કંપનીએ ફ્લેર્સ અને ઇન્સિનેટર સિસ્ટમ્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને ગ્રીન હાઇડ્રોજન સાથે રિન્યુએબલ સેક્ટરમાં ક્ષમતાઓ વિકસાવી રહી છે.
IPO : તેલ અને ગેસ રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો, હાઇડ્રોજન અને મિથેનોલ પ્લાન્ટ વગેરે જેવા પ્રોસેસ ઉદ્યોગોમાં હીટિંગ ઇક્વિપમેન્ટની આવશ્યકતા છે.
આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ એ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેરોને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે.
આ પણ વાંચો : World Liver Day : ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન..
31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપનીએ ભારતમાં 21 ગ્રાહકોને 8 વિદેશી ગ્રાહકોને સેવા આપી છે. ભારતમાં, તેણે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને વૈશ્વિક સ્તરે નાઇજીરીયા અને મેક્સિકોમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.
વધુમાં તે ભારતમાં ગુજરાત, ઓડિશા, હરિયાણા, રાજસ્થાન અને વૈશ્વિક સ્તરે ઓમાન, અલ્જેરિયા અને લિથુઆનિયામાં ચાલુ પ્રોજેક્ટ્સ ધરાવે છે. વધુમાં, તેણે દૂર-ગામી સ્થળોએ સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે જેમાં ભારતમાં નુમાલીગઢ, આસામ ખાતે, કોચી, કેરળ,બરૌની, બિહાર, અને વિદેશમાં લાગોસ, નાઇજીરીયા ખાતેના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
કેટલાક સ્થાનિક ગ્રાહકોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડનો સમાવેશ થાય છે. વધુમાં કંપનીએ યુરોપમાં અગ્રણી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (“EPC”) કંપની, ઓમાનમાં અગ્રણી તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન કંપની અને તેલ અને ગેસમાં યુરોપિયન EPC કંપનીની મધ્ય પૂર્વ શાખા જેવા વિદેશી ગ્રાહકોને સેવા પૂરી પાડી છે.
તેની શરૂઆતથી, કંપની JNK Global Co. Ltd (અગાઉ JNK Heaters Co. Ltd તરીકે ઓળખાતી) સાથે ઘનિષ્ઠતા કામ કરી રહી છે, જે KOSDAQ-લિસ્ટેડ કંપની છે. JNK ગ્લોબલ કંપની લિમિટેડ (અગાઉ) JNK હીટર્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી) એ કંપનીના કોર્પોરેટ પ્રમોટર્સ પૈકી એક છે, જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં 25.79% હિસ્સો ધરાવે છે.
IPO : કંપની ગુજરાતમાં મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ઇન-હાઉસ ફેબ્રિકેશન સુવિધા ચલાવે છે, જે વાર્ષિક 5,000 મેટ્રિક ટન ફેબ્રિકેશન અને મોડ્યુલરાઇઝેશનની ઇન્સ્ટોલ ક્ષમતા સાથે આશરે 20,243 ચોરસ મીટરમાં ફેલાયેલી છે.
more article : Stock Market : 6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ !