IPO : લગાવશો ₹14,916 તો 7 દિવસમાં થશે 7920 રૂપિયાનો નફો! આ IPO ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ
IPO : 1998 માં સ્થાપિત ઈન્ડેજીન લિમિટેડ લાઇફ સાયન્સ ઈન્ડસ્ટ્રી માટે સર્વિસ પ્રદાન કરે છે. કંપની ડ્રગ ડેવલોપમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ્સ, રેગુલેટરી સબમિશન્સ, ફાર્માકોવિજિલેન્સ, ફરિયાદ મેનેજમેન્ટ અને સેલ્સ/માર્કેટિંગમાં કંપનીઓને સર્વિસ અને સોલ્યૂશન પ્રદાન કરે છે.
IPO : કારોબારી સપ્તાહમાં આઈપીઓ માર્કેટમાં મોટી હલચલ જોવા મળશે. આ સપ્તાહે ઈન્ડેજીન લિમિટેડ (Indegene IPO), TBO Tek, આધાર હાઉસિંગ ફાઈનાન્સ, વિન્સોલ એન્જિનિયર્સ, રિફ્રેક્ટરી શેપ્સ, ફાઇનલિસ્ટિંગ્સ ટેક્નોલોજી, સિલ્કફ્લેક્સ પોલિમર ઈન્ડિયા, ટીજીઆઈએફ એગ્રીબિઝનેસ અને એનર્જી-મિશન મશીનરી ઈન્ડિયાના આઈપીઓ લોન્ચ થશે.
IPO : આ સિવાય 4 કંપનીઓના શેર લિસ્ટ થશે. ઈન્ડેજીન લિમિટેડ આઈપીઓના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે. ઈન્ડેજીન આઈપીઓના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 53 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે શેર
IPO : ગ્રે માર્કેટ પર નજર રાખનારી વેબસાઇટ આઈપીઓવોચ અનુસાર ઈન્ડેજીન આઈપીઓના અનલિસ્ટેડ શેર 53 ટકા પ્રીમિયમ એટલે કે 240 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ દ્રષ્ટિએ ઈન્ડેજીન લિમિટેડના શેરનું લિસ્ટિંગ 692 રૂપિયા પ્રતિ શેર પર થઈ શકે છે. એટલે કે કોઈ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટના 14916 લગાવે છે તો તેને 7320 રૂપિયાનો લિસ્ટિંગ ગેન થવાની સંભાવના છે.
Indegene Ltd વિશે
1998 માં સ્થાપિત Indegene લિમિટેડ લાઇફ સાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે સર્વિસ પ્રદાન કરે છે. તે ડ્રગ ડેવલોપમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ્સ, રેગુલેટરી સબમિશન્સ, ફાર્માકોવિજિલેન્સ, ફરિયાદ નિવારણ અને સેલ્સ/માર્કેટિંગમાં સહાયતા કરે છે.
આ પણ વાંચો : Health Tips : આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ
Indegene IPO સાઇઝ
આઈપીઓમાં 750 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂ અને વર્તમાન ઈન્વેસ્ટરો દ્વારા 2.93 કરોડ ઈક્વિટી શેરનો ઓફર ફોર સેલ (OFS)સામેલ છે. OFS હેઠળ મનીષ ગુપ્તા, રાજેશ ભાસ્કરન નાયર, અનીતા નાયર, કાર્લાઇલ, બ્રાઇટન પાર્ક કેપિટલ, નાદાથુર ફેમેલી ઓફિસ સહિત અન્ય શેર વેચશે. આ ઈશ્યૂ દ્વારા કંપનીનું લક્ષ્ય 1841.76 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે.
Indegene IPO પ્રાઇઝ બેન્ડ
કંપનીએ 430-452 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે અને ઈન્વેસ્ટર 1 લોટમાં 33 શેર માટે બોલી લગાવી શકે છે. રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14916 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ઈશ્યૂ સ્ટ્રક્ચર
કંપનીએ આઈપીઓ માટે રિલેટ ઈન્વેસ્ટરો માટે ઓફરના 35 ટકા, ક્યૂઆઈબી માટે 50 ટકા અને એનઆઈઆઈ માટે 15 ટકા નક્કી કર્યાં છે.
શું કરશે કંપની
આ નવા ઈશ્યૂના માધ્યમથી ભેગા કરેલા નાણાનો ઉપયોગ લોનની ચુકવણી કરવા, મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે, ઇનઓર્ગેનિક ગ્રોથ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
આઈપીઓ 6 મેએ ઓપન થશે અને 8 મેએ બંધ થશે. ફાઈનલ અલોટમેન્ટ 9 મેએ સંભવિત છે. કંપનીના શેર 13 મેએ બીએસઈ અને એનએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.