IPO : રોકાણ માટે શાનદાર તક, 60 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર ખુલશે આ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો IPO
જો તમે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPOમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો IPO આ સપ્તાહે રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે.
ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક IPO સબ્સક્રિપ્શન માટે 3 નવેમ્બરે ઓપન થશે અને ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં મંગળવાર, 7 નવેમ્બર સુધી પૈસા લગાવી શકશે. ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક IPOની પ્રાઇઝ બેન્ડ 57થી 60 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
શું છે કંપનીની યોજના
સ્મોલ ફાઈનાન્સ બેન્કનો ઈરાદો IPO દ્વારા 463 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. આઓફરમાં 390.7 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવા અને વેચનાર શેરધારકો દ્વારા 72.3 કરોડ રૂપિયાના ઓફર-ફોર-સેલ (ઓએફએસ) સામેલ છે.
ઓએફએસમાં પ્રમોટર ઈએસએએફ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ 49.26 કરોડ રૂપિયાના શેર વેચશે, જ્યારે ઈન્વેસ્ટર પીએનબી મેટલાઇફ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની 12.67 કકરોડ રૂપિયાના શેર અને બજાજ આલિયાઝ લાઇફ ઈન્શ્યોરન્સ કંપની 10.37 કરોડ રૂપિયાના શેર વેચશે.
આ પણ વાંચો : IAS : યુટ્યુબ જોઈને ઘરે ભણ્યા અને જાતે જ બન્યા IAS ઓફિસર, સફળતાની આ વાત સ્ટુડન્ટ્સ માટે પ્રેરણાદાયક…
આ ઈશ્યૂમાં બેન્ક કર્મચારીઓ માટે 12.5 કરોડ રૂપિયાની કિંમતના શેર રિઝર્વ છે, જેને અંતિમ IPO પ્રાઇઝ પર પ્રત્યેક શેર પર 5 રૂપિયાની છૂટ મળશે. ઈશ્યૂનો અડધો ભાગ સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે જ્યારે 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે અને બાકી 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે.
કેટલા પૈસા લગાવી શકે છે ઈન્વેસ્ટર
ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 250 ઈક્વિટી શેરો માટે અને ત્યારબાદ 250ના ગુણાકમાં બોલી લગાવી શકે છે. રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 15000 રૂપિયા (250 શેર) રોકાણ કરી શકે છે અને વધુમાં વધુ રોકાણ 195000 રૂપિયા (3250 શેર) હશે કારણ કે તે IPOમાં બે લાખથી વધુનું રોકાણ કરી શકશે નહીં.
more article : IPO : પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP