IPO : રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લાવશે આઈપીઓ…
IPO : RBIની સૂચના બાદ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપની IPO લાવવા જઈ રહી છે. સપ્ટેમ્બર 2025 સુધી આ IPO આવી શકે છે. તેના માટે કંપનીએ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે.
કંપનીના એસેટ અંડર મેનેજમેન્ટ 31 વધીને 85929 કરોડ રૂપિયા પર પહોંચ્યા
આ પણ વાંચો: Gujarat : થથરી જવાય એવી ઠંડીમાં પણ અહીં ગરમ લ્હાય હોય છે અહીના કુંડનું પાણી, સ્નાન કરવાથી રોગ થાય છે દૂર
31 ડિસેમ્બર 2023 સુધી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના એસેટ અંડર મેનેજમેન્ટ 31 વધીને 85929 કરોડ રૂપિયા પર પહોંચી ગયા હતા. આ કંપનીએ વર્ષની 44% વૃદ્ધી સાથે રૂપિયા 10727 કરોડની લોન આપી હતી. જેથી આ કંપનીની વ્યાજની ઈન્કમ 17% વધીને 645 કરોડે પહોંચી હતી. કુલ ઈન્કમ 17% વધીને રૂપિયા 746 કરોડે પહોંચી ગઈ હતી.
કંપની રિયલ એસ્ટેટ ડેવલપર્સને લોનનું કરે છે વિતરણ
આ પણ વાંચો: Insurance Rules : વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર…
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ રિયલ એસ્ટેટ ડેવલપર્સને લોનનું વિતરણ કરે છે. તે રહેણાંક અને વ્યાપારી મિલકતો બંને પર લોન આપે છે. આ ઉપરાંત તે ડેવલોપર્સ અને હાઈ નેટવર્થ વ્યક્તિઓને લીઝ ભાડામાં છૂટ પણ આપે છે. આ સિવાય કંપની બિઝનેસ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટી સામે લોન પણ આપે છે.
more article : Ahmedabad : અમદાવાદના TRP મોલ પર કાર્યવાહી,થિયેટર,પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોન સીલ, આગથી ઘટના પ્રકાશમાં..