IPO : રુપિયા કમાવવા તૈયાર થઈ જાવ, આ કંપની લઈને આવી રહી છે 7000 કરોડનો IPO…

IPO : રુપિયા કમાવવા તૈયાર થઈ જાવ, આ કંપની લઈને આવી રહી છે 7000 કરોડનો IPO…

 IPO : ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો સૌથી મોટો IPO લૉન્ચ થવાનો છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ (Shapoorji Pallonji) ની મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Afcons Infrastructure, AIL)એ પ્રારંભિક જાહેર ઓફર દ્વારા 7 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબી પાસે દસ્તાવેજો જમાં કર્યા છે.

ગુરુવારે દાખલ કરાયેલા પ્રારંભિક દસ્તાવેજો (DRHP) અનુસાર, કંપનીના IPOમાં 1,250 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. સાથે જ પ્રમોટર ગોસ્વામી ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 5750 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે. આ સિવાય IPOમાં પાત્ર કર્મચારીઓ માટે પણ શેર આરક્ષિત રાખવામાં આવશે.

IPO
IPO

આ પણ વાંચો : Rashifal : વર્ષો પછી બનશે ખાસ બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય….

પ્રમોટર્સ ગ્રુપની છે 99.48% ભાગીદારી

 IPO : હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપની એન્ટિટીઓની પાસે મહારાષ્ટ્ર સ્થિત Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 99.48 ટકા ભાગીદારી છે. આ સિવાય કંપની પ્રી-આઈપીઓ પ્લાનિંગ રાઉન્ડમાં રૂ. 250 કરોડ સુધી એકત્ર કરવાનું વિચારી શકે છે. જો આવું થાય, તો નવા ઈશ્યુનું કદ ઘટી જશે. આ IPOમાં 50 ટકા હિસ્સો QIB માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 15 ટકા હિસ્સો નૉન ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ અને 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર માટે રિઝર્વ રાખવામાં  આવ્યો છે.

IPO
IPO

Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર શું કરે છે?

 IPO : Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 6 દાયકાથી ભારતમાં કાર્યરત છે. આ કંપની કંસ્ટ્રક્શન સેક્ટરમાં છે. કંપની ઘરેલું અને વિદેશી બંને ગ્રાહકો પાસેથી પ્રોજેક્ટ લે છે. કંપનીના કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં જમ્મુ-ઉધમપુર હાઈવે પ્રોજેક્ટ, નાગપુર મેટ્રો રીચ 3 અને આગ્રા લખનઉ એક્સપ્રેસ-વેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

 IPO :આ પ્રોજેક્ટ્સ કંપનીના શેડ્યૂલ પહેલા તૈયાર કર્યા છે. 30 સપ્ટેમ્બર, 2023ના આંકડા અનુસાર, કંપનીની પાસે 13 દેશોમાં 67 પ્રોજેક્ટ્સ છે. Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5 મોટા ઈન્ફ્રા બિઝનેસમાં કાર્યરત છે. તેમાં મરીન અને ઈન્ડસ્ટ્રીયલ, સરફેસ ટ્રાન્સપોર્ટ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈડ્રો એન્ડ અંડરગ્રાઉન્ડ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરનો સમાવેશ થાય છે.

IPO
IPO

more article : Beetroot Juice : રોજ 1 નાનો કપ બીટનો રસ પીવાથી શરીરને થશે આ 5 મોટા ફાયદા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *