IPO : 28 માર્ચે ખુલી રહ્યો છે વધુ એક IPO, કિંમત 100 રૂપિયાથી ઓછી, જાણો GMP..
IPO : ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યૂશન્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ 28 માર્ચે ખુલશે. કંપનીનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 27 માર્ચે ઓપન થશે. કંપની ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
IPO : પેકેજિંગ ક્ષેત્રની કંપની ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યૂશન્સ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે કહ્યું કે તેનો આઈપીઓ 28 માર્ચે ખુલશે. આઈપીઓની સાઇઝ 54.4 કરોડ રૂપિયા છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 80-85 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આઈપીઓ 4 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટરો માટે બોલી 27 માર્ચે ખુલશે. કંપનીનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં થશે. નોંધનીય છે કે આઈપીઓથી મળેલી રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા, લોન ચુકવવા, અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરશે.
આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..
શું છે લોટ સાઇઝ
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યૂશન્સ ઈન્ડિયા લિમિટેડ આઈપીઓની લોટ સાઇઝ 1600 શેરનો છે. જેના કારણે એક ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,36,000 રૂપિયાનો દાવ લગાવવો છે. નોંધનીય છે કે વર્તમાન સમયમાં કંપનીમાં પ્રમોટર્સની કુલ ભાગીદારી 92.10 ટકા છે. તો આઈપીઓ બાદ તે ઘટી 67.33 ટકા થઈ જશે.
આ પણ વાંચો : Vastu Tips : સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે..
શું છે જીએમપી?
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યૂશન્સ ઈન્ડિયા લિમિટેડ આઈપીઓ ગ્રે માર્કેટમાં 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી રહી તો કંપનીના શેર બજારમાં 120 રૂપિયા પર ડેબ્યૂ કરી શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 47 ટકા સુધીનો ફાયદો થઈ શકે છે.