IPO : આગામી સપ્તાહે ઓપન થશે 4275 કરોડનો IPO,ચેક કરો પ્રાઇઝ બેન્ડ, , GMP અને અન્ય વિગત..
IPO : IPO- ભારતી હેક્સાકોમ આઈપીઓની સાઇઝ 4275 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ નાણાકીય વર્ષ 2024-2025નો પ્રથમ આઈપીઓ હશે.
IPO : નાણાકીય વર્ષ 2024-2025નો પ્રથમ આઈપીઓ 3 એપ્રિલે લોન્ચ થશે. ભારતી એરટેલ (Bharti Airtel)ની સબ્સિડિયરી ભારતી હેક્સાકોમના આ આઈપીઓમાં (Bharti Hexacom IPO)ઈન્વેસ્ટર 5 એપ્રિલ સુધી પૈસા લગાવી શકશે. તો એન્કર ઈન્વેસ્ટર માટે આ આઈપીઓ 2 એપ્રિલે ખુલી જશે.
IPO : આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 542થી 570 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. ભારતી એરટેલની પાસે ભારતી હેક્સાકોમની 70 ટકા ભાગીદારી છે અને બાકી 30
ટકા ભાગીદારી ટેલિકોમ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા પાસે છે.
IPO : આઈપીઓમાં 7.5 કરોડ ઈક્વિટી શેરનું વેચાણ OFS દ્વારા કરવામાં આવશે. આઈપીઓ બાદ ટેલિકોમ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયાની ભારતી હેક્સાકોમમાં ભાગીદારી 15 ટકા ઘટી જશે. જો કે આ ઓએફએસ છે તો ભારતી હેક્સાકોમને આઈપીઓ દ્વારા કોઈ આવક થશે નહીં.
4275 કરોડ રૂપિયાનો આઈપીઓ
કંપનીએ 26 શેરનો એક લોટ બનાવ્યો છે. તેવામાં રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 26 શેરનો એક લોટ એટલે કે 14820 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો વધુમાં વધુ 13 લોટ એટલે કે 1,92,660 સુધીનું રોકાણ કરી શકાય છે. આ આઈપીઓમાં કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 75 ટકા ભાગ, રિટેલ ઈન્વેસ્ટરો માટે 10 ટકા અને હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુલ્સ માટે 15 ટકા ભાગ રિઝર્વ કર્યો છે. કંપનીના આઈપીઓની કુલ સાઇઝ 4275 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…
જાણો આઈપીઓની મહત્વની ડેટ્સ?
ભારતીય હેક્સાકોમ આઈપીઓ 3 એપ્રિલ 2024ના ખુલી રહ્યો છે. ઈન્વેસ્ટર તેમાં 5 એપ્રિલ 2024 સુધી રોકાણ કરી શકે છે. તો શેરનું એલોટમેન્ટ 8 એપ્રિલ 2024ના થશે. જ્યારે 10 એપ્રિલે રિફંડ મળી જશે. શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર 12 એપ્રિલે થશે.
આ પણ વાંચો : Umiyamata : રામ મંદિર બાદ હવે અમેરિકામાં ગૂંજ્યો જય ઉમિયાનો નાદ, ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું..
શું છે GMP ની સ્થિતિ?
ગ્રે માર્કેટમાં ભારતીય હેક્સાકોમના શેર 40 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ગ્રે માર્કેટ પર નજર રાખનારી વેબસાઇટ આઈપીઓવોચ અનુસાર શેર 570 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ રીતે કંપનીના શેરનું લિસ્ટિંગ 610 રૂપિયા પર થઈ શકે છે.
MORE ARTICLE : Weather Forecast : એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ …