IPO : પિરામિડ ટેકનોપ્લાસ્ટનું 13 ટકાના પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ, NSE પર 187નો ભાવ ખુલ્યો

IPO : પિરામિડ ટેકનોપ્લાસ્ટનું 13 ટકાના પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ, NSE પર 187નો ભાવ ખુલ્યો

પિરામિડ ટેકનોપ્લાસ્ટમાં લિસ્ટિંગની સાથે જ રોકાણકારોને કમાણી થઈ ગઈ છે. ગ્રે માર્કેટમાં જે પ્રકારે પ્રીમિયમ ચાલતું હતું તે જ રીતે આ શેરમાં લગભગ 20 રૂપિયાની કમાણી થઈ છે. આ કંપની સ્પેશિયાલિટી કેમિકલ માટેના પેકેજિંગ સોલ્યુશન બનાવવા સાથે સંકળાયેલી છે. હાલમાં માર્કેટ કેપિટલ 611 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

IPO
IPO

તાજેતરમાં IPO લાવનારી કંપની પિરામિડ ટેકનોપ્લાસ્ટના શેરનું આજે શેરમાર્કેટમાં 13 ટકા પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થયું છે. એનએસઈ પર Pyramid Technoplastના શેર 12.65 ટકા વધીને 187ના ભાવે લિસ્ટ થયા હતા જ્યારે બીએસઈ પર આ શેર 11.45 ટકા વધીને 185 પર લિસ્ટ થયો હતો. આ આઈપીઓમાં ઈશ્યૂ પ્રાઈસ 166 રૂપિયા રાખવામાં આવી હતી. એટલે કે રોકાણકારોને શેર દીઠ લગભગ 20 રૂપિયા મળ્યા છે.

પિરામિડ ટેકનોપ્લાસ્ટના શેર આ ભાવે લિસ્ટ થશે તેવી પહેલેથી અપેક્ષા હતી કારણ કે અનલિસ્ટેડ ગ્રે માર્કેટમાં શેર દીઠ 20 રૂપિયા પ્રીમિયમ ચાલતું હતું. પિરામિડ ટેકનોપ્લાસ્ટનો IPO  18 ગણો છલકાયો હતો. તેમાં નોન ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોનો હિસ્સો 32.24 ગણો ભરાયો હતો જ્યારે રિટેલ હિસ્સો 14.72 ગણો છલકાયો હતો. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી)ની કેટેગરીમાં આ આઈપીઓ 10 ગણો છલકાયો હતો.

IPO
IPO

Pyramid Technoplast એ ભારતમાં ઈન્ટરમિડિયેટ બલ્ક કન્ટેનરના ઉત્પાદનમાં અગ્રણી કંપની છે. તે 1000 લિટરની કેપેસિટીના આઈબીસીનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તે ઈન્ડસ્ટ્રીયલ પેકેજિંગના બિઝનેસ સાથે પણ સંકલાયેલી છે જેમાં પોલિમર આધારિત મોલ્ડેડ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદનો મુખ્યત્વે સ્પેશિયાલિટી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો : Surat Civil hospital દર્દીઓથી છલકાઈ, દર્દીઓને નીચે ગાદલા પર સુવડાવી સારવાર અપાઇ….

આ કંપની માઈસ્ડ સ્ટીલમાંથી એમએસ ડ્રમનું ઉત્પાદન પણ કરે છે જેનો ઉપયોગ કેમિકલના પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ એગ્રોકેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ ટેકનોપ્લાસ્ટના IPO માં 55 લાખ નવા શેરનો ઈશ્યૂ હતો જ્યારે 37.2 લાખ શેરની ઓફર ફોર સેલ હતી. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 139થી 153 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ આઈપીઓ બાદ કંપનીની માર્કેટ કેપિટલ 611 કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે.

IPO
IPO

મોટા ભાગના એનાલિસ્ટોએ આ IPO ને સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી હતી. આ કંપનીનો કસ્ટમર બેઝ ઘણી વિવિધતા ધરાવે છે અને તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો પણ મજબૂત ગણાય છે. માર્ચ 2023માં સમાપ્ત થયેલા વર્ષમાં કંપનીની કામગીરીમાંથી આવક 480 કરોડ રૂપિયા હતી જ્યારે તેનો ચોખ્ખો નફો 31.76 કરોડ રૂપિયા હતો. પીએનબી ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિસ અને ફર્સ્ટ ઓવરસિઝ કેપિટલ આ આઈપીઓ માટે બૂક રનિંગ લીડ મેનેજર્સ હતી જ્યારે બિગશેર સર્વિસિસ તેની રજિસ્ટ્રાર હતી.

કંપનીને આ IPO માંથી જે મૂડી મળશે તેનો ઉપયોગ આંશિક રીતે દેવાની ચુકવણી માટે, વર્કિંગ કેપિટલની જરૂરિયાત સંતોષવા માટે અને અન્ય જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

more article  : IPO : આ IPO રૂ. 100 કરતાં ઓછી કિંમતે આવ્યો હતો, હવેથી 225% કરતાં વધુ નફો, પ્રીમિયમ રૂ. 220 પર પહોંચ્યું

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *