Investments : રોકાણ કરવા અને દર મહિને સારી આવક મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે આ 4 વિકલ્પો..
Investments : દર મહિને બેઠાં બેઠાં સારા એવા પૈસા કમાવવા માંગો છો? તો અહીં આપવામાં આવેલાં 4 વિકલ્પો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જોકે, કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તે અંગે તમારી પાસે પુરતી માહિતી હોવી આવશ્યક છે.
Investment: બજારમાં એવા ઘણા વિકલ્પો હોય છે જેમાં તમે રોકાણ કરી વધારાની આવક મેળવી શકો છો. રૂપિયાની ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સાઓમાં આ વિકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિવૃતિ સમયે પણ વધારાની આવક સહાયરૂપ નીવડે છે.
Investment: મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે. ન માત્ર નિયમીત આવક પરંતું તે રૂપિયાનું જોખમ પણ ઓછું હોય. અહીં એવા 4 વિકલ્પોની વાત કરીએ જેમાં રોકાણથી તમને ફાયદો થશે.
આ પણ વાંચો : Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..
1. POST OFFICE MIS:
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) અંતર્ગત સિંગલ ખાતામાં ઓછામાં ઓછું 4.5 લાખ રૂપિયા અને જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમોમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજદર છે. વાર્ષિક વ્યાજને 12 ભાગમાં વહેચીને દર મહિને ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે.
2. SBI ANNUITY DEPOSITE SCHEME:
SBI એન્યુટી ડિપોઝિટ સ્કીમ અંતર્ગત દર મહિને મોટી રકમ સાથે વ્યાજ મળે છે. આ સ્કીમમાં 36,60,84 અને 120 મહિના માટે રૂપિયા રોકી શકાય છે. MINIMUM ANNUITY 1 હજાર રૂપિયા માસિક હોય છે. આ સ્કીમમાં ટર્મ ડિપોઝીટ જેટલું વ્યાજ મળે છે.
3.સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP):
SWPમાં રોકાણકાર એક નક્કી કરેલી રકમ પોતાના રોકાણમાંથી ઉપાડી શકે છે. રેગ્યુલર આવક માટેનો આ સારો વિકલ્પ છે. ન માત્ર માસિક પરંતું દરરોજ, દર અઠવાડિયે અને 15 દિવસ માટે તથા 6 મહિના માટે રોકાણકાર રૂપિયા ઉપાડી શકે છે.
આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..
4. ડિવિડન્ડ ઓપ્શનઃ
દર મહિને આવકની જરૂરિયાત હોય તો ડિવિડન્ડ બહુ સારો વિકલ્પ છે. આ સ્કીમમાં FD કરતા વધારે સારું રિટર્ન મળે છે. કોપર્સ બનાવીને દર મહિને એક મર્યાદિત આવક મેળવી શકાય છે.
more article : સૂર્યગ્રહણ : 50 વર્ષ પછી લાગી રહ્યું છે આવું સૂર્યગ્રહણ, જાણો કેમ છે ખાસ, શું ભારતમાં જોવા મળશે આ નજારો?