Diwali પર આ વિધિથી ઘરમાં સ્થાપિત કરો શ્રી લક્ષ્મી-ગણેશ યંત્ર, ઘરમાં થશે ધનના ઢગલા
Diwaliના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વર્ષે 12 નવેમ્બર 2023 અને રવિવારે દિવાળી ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. 5 દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. દિવાળી પર જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે તેવી કામના કરો છો તો દિવાળીના પર્વમાં ઘરે આ યંત્રની સ્થાપના કરવી જોઈએ.
Diwali પર લોકો ઘરમાં લક્ષ્મીજી અને ગણેશ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે પરંતુ આ દિવસે તેમની મૂર્તિની સાથે લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના પણ કરવી જોઈએ. આ યંત્ર ચમત્કારી ફાયદા કરે છે. દિવાળીના પર્વ પર આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વસે છે. શ્રી યંત્રની સ્થાપના થયા પછી ઘર ઉપર હંમેશા ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.
Diwaliના દિવસે ઘરમાં લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના કરવી અને પછી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી શ્રી યંત્રનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે.
યંત્રની સ્થાપનાનો મંત્ર
ॐ શ્રીં ક્લીં મહાલક્ષ્મી મહાલક્ષ્મી એહ્યોહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા
જે ઘરમાં Diwali પર લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના થાય છે તે ઘરમાં ધન અને ધાન્યની ક્યારેય ખામી સર્જાતી નથી. પરિવારના લોકો આર્થિક સંકટથી મુક્ત થઈ જાય છે. જો ધન ક્યાંય અટક્યું હોય તો તે પણ પરત મળે છે.
Diwali પર ઘરમાં યંત્ર સ્થાપિત કરવું હોય તો તમે તે કોઈ પણ ધાતુનું લઈ શકો છો અથવા તો સોના, ચાંદીનું યંત્ર પણ ઘરે લાવી શકાય છે. એક વખત સ્થાપના કર્યા પછી યંત્રની પૂજા રોજ દેવી-દેવતાની પૂજા કરતા હોય તેની સાથે કરવી.
more article : Diwaliની રાત્રે કેમ કરવામાં આવે છે દીવા? જાણો રોચક તથ્ય….