Indigo Pilot : ઈન્ડિગોના પાયલટે પ્રથમ વખત દાદાને વિમાનમાં યાત્રા કરાવી; ‘મે તેમની સાથે TVS પર યાત્રા કરી, હવે તેમને યાત્રા કરાવવાનો મારો વારો’, જુઓ આ વીડિયો..

Indigo Pilot : ઈન્ડિગોના પાયલટે પ્રથમ વખત દાદાને વિમાનમાં યાત્રા કરાવી; ‘મે તેમની સાથે TVS પર યાત્રા કરી, હવે તેમને યાત્રા કરાવવાનો મારો વારો’, જુઓ આ વીડિયો..

Indigo Pilot : ચેન્નઈછી કોઈમ્બતુર જતી ઈન્ડિગોની વિમાની સેવામાંથી હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યા છે. આ વિમાનના પાયલટે જ્યારે જાહેરાત કરી કે તેના દાદા-દાદી તથા માતા પણ આ વિમાનમાં યાત્રા કરી રહ્યા છે.

Indigo Pilot : ઈન્ડિગોના પાયલટ પ્રદીપ કૃષ્ણન કે જેઓ નિયમિતપણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની વિમાની યાત્રાને લગતી પોસ્ટ કરતાં રહે છે તેમણે ચેન્નઈથી ઉડનાર ફ્લાઈટમાં તેમના પરિવારનું સ્વાગતને લગતો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે.

ઉડ્ડાન અગાઉ પાયલટે જાહેરાત કરી

ઉડ્ડાન ભરતા પહેલા કૃષ્ણને યાત્રીઓને સંબોધિત કરતાં એક ખાસ જાહેરાત કરી.તેમણે કહ્યું કે આ જાહેરાત કરતા ઘણી ખુશી થઈ રહી છે કે મારો પરિવાર મારી સાથે આ વિમાનમાં યાત્રા કરી રહ્યો છે. તેમાં મારા દાદા, દાદી તથા માતાનો સમાવેશ થાય છે,જેઓ 29મી હરોળમાં બેઠા છે. મારા દાદા આજે સૌ પ્રથમ વખત વિમાનમાં ઉડ્ડન કરી રહ્યા છે. તેમણે અંગ્રેજી અને તમિલ ભાષામાં માહિતી આપી હતી.

Indigo Pilot
Indigo Pilot

માતાને હર્ષના આંસુ આવ્યા

તેમણે કહ્યું કે મે તેમની TVS50ની પાછળની સીટમાં બેસીને ઘણી વખત યાત્રા કરી છે, હવે તેમને સવારી આપવાનો મારો વારો છે.આ વીડિયોમાં પાયલટની માતા આંસુ લુછતા જોવા મળે છે.

આ પણ વાંચો : IAS Success Story : UPSCમાં બે વખત ફેલ થવા છતાં હિંમત ના હાર્યા, પછી જીદે બનાવ્યા IAS..

દાદાએ વિમાનમાં સૌનું અભિવાદન કર્યું

પાયલટે તેમના દાદાને સૌને ‘હાય’ કહેવા માટે પ્રોત્સાહન આપ્યું અને તેઓ પોતાની સીટ પરથી ઉભા થઈને હાથ જોડીને સૌનું અભિવાદન કરે છે. આ માર્મિક ક્ષણને જોઈને વિમાનના યાત્રીઓ તેમને તાલીઓ સાથે વધાવી લે છે.

Indigo Pilot
Indigo Pilot

આ પણ વાંચો : ATM : જો તમે UPI નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ, હવે કેશ ડિપોઝિટ માટે ATM કાર્ડની નહીં પડે જરૂર..

Indigo Pilot : કૃષ્ણને વીડિયો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મારું સૌથી મોટું ફ્લેક્સ. પોતાના પરિવારો અને મિત્રોને વિમાનમાં ઉડ્ડાનની સેવા આપવી તે સૌ કોઈ પાયલટનું એક સપનું હોય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ જ પ્રતિસાદ મળ્યો છે.

Indigo Pilot
Indigo Pilot

MORE ARTICLE : Share Market : 6 મહિના પહેલા 75 રૂપિયા પર આવ્યો હતો IPO,હવે 1000 રૂપિયાને પાર શેર, 1240% ની તોફાની તેજી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *