Indian Railway : ટ્રેનની છત પર કેમ લાગેલા હોય છે ગોળ ઢાંકણા? ખૂબ ઓછા લોકો જાણતા હશે જવાબ..

Indian Railway : ટ્રેનની છત પર કેમ લાગેલા હોય છે ગોળ ઢાંકણા? ખૂબ ઓછા લોકો જાણતા હશે જવાબ..

Indian Railway : તમે ટ્રેન પર લખેલા નંબરો, ટ્રેનના કોચ પર બનેલી ડિઝાઇન વગેરે વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનની છત પર આ ગોળ ગોળ શું હોય છે? તમે તેને સ્ટેશન પર બનેલા બ્રિજ અથવા રસ્તા પર બ્રિજ પરથી જોયું જ હશે. તેનો અર્થ શું છે તે બહુ ઓછા લોકો જાણે છે, કારણ કે ટ્રેનની અંદરથી આવું કંઈ દેખાતું નથી. તો આજે આપણે જાણીએ કે તે શું છે અને શા માટે બનાવવામાં આવે છે.

કહેવાય છે રૂફ વેન્ટિલેશન

Indian Railway : વાસ્તવમાં, ટ્રેનની છત પર લગાવવામાં આવેલી આ પ્લેટો અથવા ગોળ-ગોળ આકૃતિઓને ‘રૂફ વેન્ટિલેશન (Roof Ventilation)’ કહેવામાં આવે છે. જ્યારે ટ્રેનના ડબ્બામાં મુસાફરોની સંખ્યા વધી જાય છે, ત્યારે તેમાં સફોકેશન વધી જાય છે. આ ગરમી કે સફોકેશનને બહાર કરવા માટે ટ્રેનના કોચમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, નહીં તો ઘણી મુશ્કેલી પડી શકે છે.

Indian Railway
Indian Railway

ગરમ હવા નીકળે છે બહાર

Indian Railway : તમે કોચમાં જોયું હશે કે અંદર એક પ્રકારની જાળી હોય છે જે ગેસ પસાર કરે છે. એટલે કે, કોચ પર ક્યાંક-ક્યાંક જાળી લાગેલી હોય છે અને છિદ્રો હોય છે. જેના દ્વારા હવા પસાર થાય છે. ગરમ હવા હંમેશા ઉપરની તરફ ઉઠે છે. તેથી કોચની અંદરની છત પર છિદ્રોવાળી પ્લેટો લગાવવામાં આવે છે, જ્યાંથી ગરમ હવા કોચમાંથી નીકળી જાય છે.

આ પણ વાંચો : NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..

Indian Railway : આ ગરમ હવા કોચના અંદરના છિદ્રમાંથી થઇને બહારની બાજુએ લગાવવામાં આવેલા રૂફ વેન્ટિલેશનના રસ્તેથી બહાર નીકળી જાય છે.

Indian Railway
Indian Railway

અંદર લગાવેલી હોય છે જાળી

Indian Railway : તેથી કોચની અંદર છતો પર છિદ્રોવાળી પ્લેટો લગાવવામાં આવે છે, જ્યાંથી ગરમ હવા કોચમાંથી બહાર નીકળી જાય છે. આ ગરમ હવા કોચના અંદરના ભાગમાં લગાવામાં આવેલી છિદ્રવાળી પ્લેટમાંથી થઇને ઉપરની તરફ લગાવવામાં આવેલા રૂત વેન્ટિલેશનના રસ્તેથી બહાર નીકળી જાય છે. પરંતુ, આ જાળીની ઉપર એક પ્લેટ લગાવવામાં આવે છે, જેથી વરસાદનું પાણી વગેરે કોચની અંદર ન આવે.

Indian Railway
Indian Railway

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *