અઢી વીઘામાં વડ, માં મહાકાળીનું મંદિર છે થડ ની અંદર,જુઓ તસ્વીરો ….
ગુજરાતના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે આ વૃક્ષ એટલું ઘટાદાર છે કે બે પોઇન્ટ પાંચ વીઘામાં પથરાયેલ છે દૂર-દૂર થી લોકો અહીં પીક બનાવવા આવે છે ગુજરાતમાં એક એવું વર્ડ વૃક્ષ આવેલ છે જે 2.5 વીઘા માં ફેલાયેલું છે. આ વડ વૃક્ષ ગુજરાતનું સૌથી વધુ ફેલાયેલું વૃક્ષ છે.
અહીં વડના ઘેરા વચ્ચે મહાકાલી માનુ મંદિર આવેલું છે. કહેવાય છે કે અહીં મહાકાલી માતાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે એટલે જ કદાચ આ વૃક્ષને મહાકાલી વડ કહેવામાં આવે છે. આ વૃક્ષ ગાંધીનગર પાસે દહેગામના તાલુકાના કંથારપુર ગામે આવેલું છે.
અહીં લોકો આજુબાજુના સ્થિતિમાંથી પિકનિક અને ફરવા માટે આવે છે. અહીંનું વાતાવરણ એકમ ઠંડુ રહે છે લોકો અહીં બેસીને નીરાંતે ફેમિલી સાથે અથવા મિત્રો સાથે વાતો કરતા જોવા મળે છે.
આ વડ વૃક્ષ વર્શ ફરતે પાંચ મીટર જેટલું વધુ જગ્યામાં ફેલાઈ જાય છે અને આ વૃક્ષનો ફેલાવો ન અટકે તે માટે આજુબાજુના ખેડૂતો પણ વૃક્ષને પોતાના ખેતરમાં ફેલાતા કાપતા નથી. લોકોની ઘણી માન્યતાઓ ના લીધે પણ આ લોકો આ વૃક્ષ કાપતા નથી.
કહેવામાં આવે છે કે આ વૃક્ષ 500 વર્ષ જેટલું જૂનું છે તેમાંની ઘણી બધી વડવાઈ તો એટલી જાડી છે કે અત્યારે તેથળ જેવી લાગે છે. અહીં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિઝીટ કરી ચૂક્યા છે.
હાલમાં થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ આ વૃક્ષની મુલાકાત લીધી હતી અને આ વૃક્ષ સંરક્ષણ અને આજુબાજુના ડેવલોપમેન્ટ માટે 14.96 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.