બાગેશ્વર બાબા ના દિવ્ય દરબાર મા કિર્તીદાન ગઢવી એ “નગર મે જોગી આયા ” ભજન એવું ગાયું કે બાબા પણ ઉભા થઈ ગયા…જુઓ વિડીઓ

બાગેશ્વર બાબા ના દિવ્ય દરબાર મા કિર્તીદાન ગઢવી એ “નગર મે જોગી આયા ” ભજન એવું ગાયું કે બાબા પણ ઉભા થઈ ગયા…જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં ચારો તરફ માત્ર ને માત્ર બાગેશ્વર ધામની ચર્ચા થઈ રહી છે. હાલમાં શાસ્ત્રી ધીરેન્દ્ર ગુજરાતના પ્રવાસે છે અને તેમના સાનિધ્યમાં ગુજરાતના મહાનગર અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવેલું છે. આ દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આ દિવ્ય દરબાર ખરેખર ઐતિહાસિક બની ગયો છે કારણ કે પહેલીવાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવ્યા છે. તેમને આટલો બહોળા પ્રતિસાદ મળ્યો છે તેમના પ્રત્યે ભક્તોની જે ભાવના છે તે ખૂબ જ અતૂટ અને લાગણી સભર છે.

જ્યારે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયેલ ત્યારે આ દરબારમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાની પવિત્ર વાણીથી દિવ્ય દરબારની રોનક વધારી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્વયં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કિર્તીદાન ગઢવીના વખાણ કર્યા હતા તેમણે જાહેરમાં લાખો ભક્તોની સામે કહ્યું કે ” હું તમને બાગેશ્વર ધામ આવવાનું આમંત્રણ આપીશ.

સાથોસાથ તેમણે એ પણ જણાવ્યું હતું કે મને બમ બમ ભોલે ભજન બહુ ગમે છે અને જ્યારે જ્યારે તું આ ભજન ગા છો, ત્યારે હું આ જરૂરથી સાંભળું છું અને આજે મારે આ સાંભળવું પણ છે. ખરેખર તમે જાણીને પણ નવાઈ લાગશે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારોમાંથી કિર્તીદાન એકમાત્ર એવા કલાકાર છે. જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોતાની પવિત્ર વાણીથી લાખો ભક્તોને મંત્રમુગ્ધનો કર્યા.ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કિર્તીદાનના સ્વમુખે નગર મે જોગી આયા ભજન ખૂબ જ પ્રિય છે.

આ જ કારણે કિર્તીદાન ગઢવી દિવ્ય દરબારમાં નગરમે જોગી આયા ભજન ગાયું અને આ સાંભળીને જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ ઉપર જ ઊભા થઈ ગયા અને આ ભજનમાં લીન થઈ ગયા. આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે પણ જોઈ શકો છો કે, ધીરેન્દ્ર શાસ્ત્રી કિર્તીદાનના આ ભજનને સાંભળીને શિવભક્તિમાં લીન થઈ ગયા છે. હાલમાં વિડિયો સૌ કોઈને ખૂબ જ ગમી રહ્યો છે અને ખરેખર કિર્તીદાન ગઢવીના મુખે ગવાયેલું નગર મેં જોગી આયા જ્યારે જ્યારે સાંભળીએ આપણે ત્યારે શિવજીની ભક્તિમાં લીન થઈ ગયેલ.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *