Surat માં માલિકે એક્ટિવા લઈને લોટ દળવા જવા કહ્યું, નોકર કોઈને કહ્યા વગર કાર લઈ નીકળ્યો, બે સફાઈકર્મી સહિત 4 લોકોને ઉડાવ્યા..
Surat ના અઠવાલાઇન્સ વિસ્તારમાં એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા 4 લોકોને ઉડાડ્યા છે. માલિકે સુરેશ નામના યુવકને એક્ટિવા લઈને લોટ દળવા જવાનું કહ્યું હતું પરંતુ સુરેશ એક્ટિવાને બદલે કોઈને કહ્યા વગર કાર લઈને નીકળી ગયો હતો. લાંબા સમય સુધી પરત ન આવતા કાર માલિકે પોતાના સુરેશ અંગે ફરિયાદ કરવા ઉમરા પોલીસ મથક પહોંચ્યા હતા.
આ સમય દરમિયાન કોઈ કાર ચાલકે અકસ્માત સર્જાયો હોવાનું કંટ્રોલમાંથી પોલીસને માહિતી મળતા તપાસ હાથ ધરાઇ હતી. આ ગંભીર અકસ્માત સર્જનાર સુરેશ જ નીકળ્યો હતો. જોકે, આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
અકસ્માત સર્જીને કારને ઘરમાં ઘૂસાડી દીધી
Suratના ઉમરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા આદર્શ પછાત નગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આદર્શ પછાત વર્ગ અચાનક કાર ચાલક બેફામ રીતે ચલાવી 4 લોકોને અડફેટે લીધા છે. અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સુરેશ આઠવલે છે.
ગંભીર રીતે અકસ્માતને અંજામ આપી ડ્રાઈવરે કારને આદર્શ પછાત વર્ગના એક ઘરમાં ધડાકાભેર ઘુસાડી દીધી હતી. 4 લોકોને ઉડાવ્યા બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ડ્રાઇવર સુરેશ આઠવલેને પકડી રાખ્યો હતો.
બાદમાં બનાવ અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા બાદ સુરેશ આઠવલેને લોકોએ પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનામાં Surat મહાનગરપાલિકાના બે સફાઈ કર્મીઓ સહિત કાર ચાલકે 4 લોકોને કચડ્યાં હતા. જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ ખસેડાયા
અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનામાં આદર્શ પછાત વર્ગમાં રહેતા રાજુભાઈ રાઠોડ અને સવિતાબેન દેવીપુજકને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પ્રવીણભાઈ દેવીપુજક અને શશીભાઈને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
લોટ દળવા ને બહાને કાર લઈને નીકળી પડ્યો હતો
મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જનાર સુરેશ આઠવલે રિટાયર્ડ આર્કિટેકને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો છે, ત્યારે આજે સવારે કાર માલિક દ્વારા સુરેશને એક્ટિવા લઈ લોટ દળવા જવા માટે કહ્યું હતું. પરંતુ સુરેશ એક્ટિવાને બદલે કોઈને કહ્યા વગર કાર લઈને નીકળી પડ્યો હતો.
લાંબા સમય સુધી સુરેશ આઠવલે પરત ન આવતા કાર માલિકે પોતાના ડ્રાઇવર અંગે ફરિયાદ કરવા ઉમરા પોલીસ મથક પહોંચ્યા હતા. આ દરમિયાન એક કાર ચાલકે અકસ્માત સર્જાયો હોવાના કંટ્રોલમાંથી પોલીસને સમાચાર મળતા પોલીસે તપાસ કરી હતી. ત્યારે આ ગંભીર અકસ્માત સર્જનાર કહ્યા વગર ઘરેથી કાલે નીકળી પડેલો સુરેશ આઠવલે જ નીકળ્યો હતો.
સમગ્ર ઘટના CCTVમાં કેદ
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં જોવા મળી રહ્યું છે કે, કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી આડેધડ કાર હંકારવામાં આવી હતી, ત્યારબાદ અકસ્માત સર્જાતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
આ ગંભીર અકસ્માત કાર ચાલકે દારૂના નશામાં કર્યો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. હાલ તો ઉમરા પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ નશામાં કાર હંકાવાય હતી કે નહીં તે સ્પષ્ટ થશે.
more article : Surat માં 4 વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું, પછી જે થયું તેનાથી માં-પિતાને આવ્યું ભાન