અમેરીકા મા ખજૂરભાઈ એ એવુ કામ કર્યુ કે આજ સુધી કોઈ ભારતીયે નહી કર્યુ હોય ! વિડીઓ જોઈ લાખ સલામ કરશો….
ખજૂરભાઈ હંમેશા સેવાકીય પ્રવુતિમાં આગળ જ હોય છે, ત્યારે હાલમાં ખજૂરભાઈ એ અમેરિકાના શિકાગો શહેરમાં એક એવું ઉમદા કાર્ય કર્યું કે જે આજ સુધી કોઈએ નહીં કર્યું હોય. આપણે જાણીએ છે કે ખજૂરભાઈ ગુજરાતમાં (Gujarat)અનેક ઘરવિહોણા થઈ ગયેલ લોકોને ઘર બનાવીને આપ્યું છે. આ સિવાય તેમણે વૃદ્ધ લોકો માટે એક આશ્રમનું પણ નિર્માણ કરી રહ્યા છે. આવી તો અનેક નાની મોટી સેવાકીય પ્રવુતિ ખજૂરભાઈ કરતા રહે છે.
એક સામાન્ય યુટ્યુબ કલાકારમાંથી ગુજરાતના લોકપ્રિય વ્યક્તિ બનવું એ ખૂબ જ મોટી વાત છે. હાલમાં અમેરિકાની ધરતી પર જે કામ ખજૂરભાઈ એ કર્યું છે તે ખૂબ જ સરહાનીય અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે માનવીઓ એ દરેક જીવ પત્યે કરુણતા અને દયાભાવના તેમજ લાગણી રાખવી જોઈએ અને આ વાતને ખજૂરભાઈએ સાર્થક કરી બતાવી છે. દિવસ-રાત લોકોની સેવા કરનાર ખજૂરભાઈ અનેરીકાની ધરતી પર પણ પોતાની સેવાકીય પ્રવુતિ ન ભુલ્યા.
ખજૂરભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક રિલ્સ પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં તમે જોઈ શકશો કે શિકાગો શહેરના હાઈ-વે પર મુત્યુ પામેલ ગર્ભવતી હરણીને રસ્તા પરથી ઉઠાવીને તેમની અંતિમ વિધિ ખજૂરભાઈએ કરી હતી. આ હરણીના પેટમાં રહેલ બચ્ચાનું પણ મુત્યુ થયું હતું. ખરેખર આ દુઃખઘટનામાં ખજૂરભાઈ જે કાર્ય કર્યું તે ખૂબ જ હદયસ્પર્શી છે.
ખજૂરભાઈએ જાતે જ રસ્તા પરથી હરણી (Dear)ને ઉઠાવી અને રસ્તાની બાજુમાં એક જગ્યાએ ખાડો ખોદીને તેને આદરભાવ સાથે દફનાવેલ. આપણે જાણીએ છે કે, આ પહેલા પણ ખજૂર ભાઈએ રસ્તા પર મુત્યુ પામેલ જીવને આ રીતે અંતિમ વિધિ કરી છે. ખરેખર આ ઘટના પરથી એ તો ચોક્કસ કહી શકાય કે ખજૂરભાઇ હંમેશા સેવા કરવા માટે જ પ્રેરાયેલ છે.
પોતાની સેવાની વૃત્તિને માત્ર માનવ માત્ર માટે સીમિત નથી રાખી પરંતુ દરેક જીવ પ્રત્યે તેઓ સમભાવ રાખે છે અને આ કારણે જ ખજૂરભાઈ લોકોના હદયમાં વસી ગયા છે. ખજૂરભાઈએ જે રીતે હરણીની અંતિમ વિધિ કરી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે.
View this post on Instagram