બહેન રમતમાં હારી ગઈ અને રડવા લાગી તો ભાઈ એ એવી કમાલ કરી બતાવી કે બહેન ખિલખિલાટ હસવા લાગી,જુઓ વીડિઓ …
સૌથી પ્યારો સબંધ ભાઈ બહેનનો હોય છે.બાળપણ હોય કે પછી મોટી ઉંમર થઈ ગઈ હોય આ સબંધ હંમેશા સારો જ જોવા મળતો હોય છે.આ સંબંધમાં ભાઈ બહેનનો પ્રેમ પણ બદલતો નથી કે નથી બદલાતી તેમના આ સબંધ પ્રત્યે ની લાગણીઓ. સમયની સાથે આ સબંધ વધારે મજબૂત થતો જાય છે.મોટો ભાઈ હોય કે બેન બંને પોતાના થી નાના ને હંમેશા દુલાર જ કરતા જોવા મળે છે. જેને જોઈ ને કોઈ પણ નું દિલ ખુશ થઇ જાય છે.
ભાઈ બહેનનો આવો જ પ્રેમ દર્શાવતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં બાસ્કેટ બોલ રમતા બે નાના નાના ભાઈ બહેન જોવા મળે છે. જ્યારે નાની બહેન બોલને બાસ્કેટ માં નાખી સકતી નથી અને હારી જાય છે તો તે રડવા લાગે છે.ત્યારે ભાઈ કઈક એવો કમાલ કરે છે કે બહેન જીતી જાય છે.
મોટા ભાગે ભાઈઓ આવા જ જોવા મળે છે કે તે પોતાની બહેનના આંખોમાં આંસુ જોઈ શકતા નથી.એક પિતાની માફક જ ભાઈ પણ હંમેશા પોતાની બહેનને દરેક દુઃખ તકલીફ થી દૂર રાખવાની કોશિશ કરતો હોય છે કે મારી બહેનના આંખ માં કોઈ દિવસ આંસુ આવે નહિ. અને જો બહેન પર કોઈ મુસીબત આવે તો તે તેને હલ કરવા પાછળ લાગી જતો હોય છે.અને બહેનના ઉદાસ ચહેરા ને ફરી સ્માઈલ કરાવવા તે કઈ પણ કરી શકવા તૈયાર થઈ જાય છે.
આવું જ કઈક આ વીડિયોમાં દેખાય છે કે બે નાના ભાઈ બહેન બાસ્કેટ બોલ રમી રહ્યા છે.બહેન બોલ ને હાથમાં લઈને બસ્કેટમાં નાખવાની કોશિશ કરી છે પરંતુ તે નિષ્ફળ થઈ જાય છે.આથી તે રડવા લાગે છે.બસ પછી શું રોતી બહેનને શાંત કરવા માટે ભાઈ કઈ પણ કરી સકે છે તે પહેલાં તો બહેનને શાંત કરવા માટે ગળે લગાવી ને મનાવવાની કોશિશ કરી. ત્યાર પછી ભાઈએ બહેનને ઉચી કરીને સીધી બોલને બાસ્કેટ માં જ નાખી આપ્યો જેનાથી બહેન રાજી થઈ ગઈ અને જીત ની ખુશી થી ખિલખિલાટ હસવા લાગી.
બહેનને આમ હસતી જોઈ ભાઈ પણ હસવા લાગ્યો અને તે પણ ખિલખિલાટ હસવા લાગ્યો. અને ભાઈ પણ ખુશી થી નાચવા લાગ્યો અને નાની બહેનને વહાલ કરવા લાગ્યો.અને ત્યાર પછી બંને ભાઈ બહેને સાથે મળીને જીત ની ખુશીને એન્જોય કરે છે. યુઝર્સ દ્વારા આ વીડિયોને હાર્ટ ટચિંગ કહેવામાં આવ્યો છે.ત્યાં જ ઘણા લોકોએ કહ્યું છે કે ભાઈ બહેનનો માત્ર પ્રેમ જ અનોખો નથી હોતો પરંતુ તેમની વચ્ચેના ઝગડાઓ પણ બહુ જબરદસ્ત હોય છે.આ વીડિયોને ટ્વીટર પર @cctv _ idiots એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
Big Bros 💙 pic.twitter.com/dIwIDWVnUn
— CCTV_IDIOTS (@cctv_idiots) July 20, 2022