Sitla Mata : મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

Sitla Mata : મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

Sitla Mata : મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહાભારત એ સૌથી મોટું મહાકાવ્ય છે. મહાભારત વિશે એમ કહીએ કે વિશ્વનો વિશાળ ગ્રંથ કે જેમાં રાગ-દ્રેષ, રાજ-પાઠ, નીતિ-અનીતિ, ધર્મ-અધર્મ, ન્યાય- અન્યાય, પ્રેમ- નફરત અને સૌથી મહત્વ પૂર્ણ માનવનું ધર્મ માટે થયેલું યુદ્ધનું વર્ણન છે. મહાભારતનું નામ સાંભળીને આપણા મનમાં પહેલો વિચાર ધર્મ અને અધર્મના યુદ્ધનો આવે છે.

Sitla Mata
Sitla Mata

આજે પણ મહાભારતકાળ સમયના ઘણા એવા રહસ્યો આપણાથી અજાણ્યા છે અને તેણે જાણવા માટે અનેક પ્રયત્નો પણ થઇ રહ્યા છે. તેવું જ એક મહાભારતના સમયનું એક મંદિર છે જેના વિશે આજે અમે તમને જણાવશું. આ મંદિરનો સીધો સંબંધ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. આ મંદિર સાથે મહાભારતના પત્રોનો સંબંધ જોડાયેલો છે. આ મંદિરમાં મહાભારતના અંશ પણ જોવા મળે છે. આ મંદિર ખુબ જ ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે.

તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિરની વાતો. જેનો ઉલ્લેખ મહાભારતકાળમાં પણ જોવા મળે છે. આ મંદિર ખુબ જ નામચીન છે અને લાખો લોકોની આ મંદિરમાં શ્રદ્ધા છે. તો ચાલો જણીએ તે મંદિર વિશે.

આ પણ વાંચો : Kumbh melo : મહાકુંભ 2025 ક્યારે છે, કુંભ મેળો ક્યાં યોજાશે, શાહી સ્નાનની તારીખો…

Sitla Mata
Sitla Mata

આ મંદિર શીતળા માતાનું મંદિર છે. ત્યાં દર ચૈત્ર મહિનામાં શીતળા મેળાનું આયોજન થાય છે. આ શીતળા માતાના મંદિરમાં મેળાના આરંભના દિવસે ભક્તજનો દ્વારા માતાનું સ્થાન કરાવીને તેને વિભિન્ન ભોગ ધરવામાં આવે છે. શીતળા માતાનું સ્નાન મિત્રો લસ્સીથી કરવામાં આવે છે અને ભોગમાં પણ માતાને વિવિધ પ્રકારના ફળો જ ધરવામાં આવે છે. આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાની આ રીતે પુજા કરે છે તેના ઘરમાં સુખ શાંતિ આવે છે.

મહાભારતકાળ સાથે જોડાયેલું આ મંદિર ગુડગાંવમાં આવેલું છે. જ્યાં અનેક ભાવિકો પોતાની આસ્થાથી માતાનું પૂજન કરે છે અને મનોકામનાને માતા યોગ્ય ફળ પણ આપે છે. અહીં વર્ષમાં બે વખત એક-એક મહિના સુધી મેળો ભરાય છે.

Sitla Mata
Sitla Mata

આ મેળા દરમિયાન લાખો લોકો અહી દર્શન કરવા માટે આવે છે. પરંતુ નવરાત્રીના નવ દિવસો દરમિયાન અહીં જુદા-જુદા દેશોમાંથી પણ લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે.

પૌરાણિક કથા અનુસાર અહીં મહાભારતકાળમાં ગુરુ દ્રોણની નગરી હતી. એટલે કે ગુડગાંવ એ મહાભારત સમયમાં ગુરુ દ્રોણની નગરી કહેવાતી હતી. તે સમયે ગુરુ કૃપાચાર્યની પત્નીની દેવી શીતળા માતાના રૂપમાં પુજા થતી હતી. કહેવાય છે કે લગભગ 500 વર્ષથી આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આથી દેશના દરેક ખૂણામાંથી લોકો અહીં આવીને દેવીનું પૂજન કરે છે અને સુખની અનુભૂતિ પણ મેળવે છે.

Sitla Mata
Sitla Mata

આ મંદિર વિશે વિશેષમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ મંદિરમાં પુજા કરવાથી શરીર પર નીકળતા ફોડલા અથવા તો દાણા, કે જેને લોકભાષામાં માતા કહેવામા આવે છે, તે હંમેશા માટે ઠીક થઈ જાય છે. આ સિવાય પણ અહીં નવજાત બાળકોના મુંડન પણ કરવામાં આવે છે.

આ મંદિર વિશે વધુ કહીએ તો અહીં વર્ષમાં થતાં બે વખતના મેળા દરમિયાન સુરક્ષા, શાંતિ, સુવિધાઓ માટે અલગથી શીતળા માતા શાઈન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સુરક્ષા કમિટીની નીચે જ બધો કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ અહીં સૌથી વધુ દર્શન કરવાવાળા લોકોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા લોકોની સંખ્યા વધુ હોય છે.

Sitla Mata
Sitla Mata

માતા શીતળાના આ પ્રાચીન મંદિરનો એટલો પ્રભાવ છે કે સવારથી દર્શન કરવા માટે ભક્તોની લાઈન શરૂ થઈ જાય છે. આ મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. જે સીધું મહાભારત સાથે જ સંબંધ ધરાવે છે. આ મંદિરની બનાવટ પણ ખુબ જ વિશાળ છે. આ માતાના મંદિરમાં કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી કોઈ વસ્તુ માંગે તો તે વસ્તુ તેને અવશ્ય મળે છે. તો મિત્રો એક વાર આ મંદિરની મુલાકાત અવશ્ય લો.

more artical : Ram Mandir : અયોધ્યા રામમંદિર ‘2500 વર્ષથી સુરક્ષિત છે રામ મંદિર’, ભૂકંપના ખતરાને લઈને વૈજ્ઞાનિકે કર્યો આ દાવો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *