Diwali ની સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન…

Diwali ની સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન…

આપણા દેશમાં મનાવાતા મોટા તહેવારોમાંથી એક એટલે Diwali. કાર્તિક મહિનો બેસતા જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. દિવાળી પર ઘરની સાફ-સફાઈ અને સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા છે કે, મા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં જ થાય છે જે સાફ અને સ્વચ્છ હોય છે.

પરંતુ Diwaliની તૈયાર કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો અમુકવાર આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ જે આપણા માટે નુકસાનનું કારણ બની શકે છે. આવો જોઈએ આ દિવાળીની તૈયારી કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

Diwali
Diwali

1. વાસ્તુ શાસ્ત્રમાં ગંદકી, કચરો નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આ માટે આપણે Diwali પહેલાં ઘરની સાફ સફાઈ કરીને ગંદકી અને કચરાને ઘરથી દૂર ફેંકી દેવો જોઈએ.

2. પસ્તી અથવા નકામી વસ્તુઓને ઘરમાં ઢગલો કરીને ન રાખવી જોઈએ. બને તેટલું જલદી પસ્તીને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ.

3. ખરાબ અને બંધ પડેલા મશીનો, ક્રોકરીને ઘરમાં ન રાખવી જોઈએ. કેમ કે, તે તમારા કામને બગાડી શકે છે.

આ પણ વાંચો : Suratના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો…

4. ઘરના દરવાજાના આંકડીયા પર તેલ જરૂર લગાવવું જોઈએ જેથી દરવાજો ખોલતા સમયે અને બંધ કરતાં સમયે અવાજ ન આવે. માનવામાં આવે છે કે, જે ઘરના દરવાજા ખોલ-બંધ કરવામાં અવાજ આવે છે તે ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ નથી કરતા.

5. Diwaliના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર સ્વાસ્તિક અને લક્ષ્મી ચરણ બનાવવા જોઈએ, પરંતુ ધ્યાન રહે કે, લક્ષ્મી ચરણ ઘરમાં પ્રવેશની દિશામાં હોવા જોઈએ.

Diwali
Diwali

6. Diwaliની સફાઈ અને સજાવટમાં ઘરની ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશા પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિશાની દિવાલોને રંગબેરંગી રોશનીથી સજાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે.

7. જો તમારા ઘરનો મેઈન દરવાજો દક્ષિણ દિશા તરફ છે તો ત્યાં પિરામિડ અથવા લક્ષ્મી ગણેશ લગાવવા જોઈએ. જેનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

more article : Diwaliની રાત્રે કેમ કરવામાં આવે છે દીવા? જાણો રોચક તથ્ય….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *