IAS Success Story : લૉ ગ્રેજ્યૂએટ બાદ લંડનમાં જૉબ, ઈન્ડિયા પરત ફરીને કોચિંગ વિના પ્રથમ પ્રયાસમાં IAS બન્યા શ્રદ્ધા ગોમે…
IAS Success Story : UPSC પરીક્ષા ભારતની જ નહીં, પરંતુ વિશ્વની ટોપ મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક છે. આ પરીક્ષામાં દેશભરના લાખો ઉમેદવારો સામેલ થાય છે પરંતુ માત્ર થોડા જ ઉમેદવારોને પરીક્ષામાં સફળતા મળે છે. આજે અમે તમને એક એવા IAS ઓફિસરની કહાની જણાવીશું જેઓ શરૂઆતથી ભણવામાં હોશિયાર રહ્યા છે. સાથે જ UPSC જેવી મુશ્કેલ પરીક્ષામાં પણ તેમણે ઉત્તમ માર્કસ મેળવીને સારો રેન્ક મેળવ્યો અને IAS બનવાના મુકામ સુધી પહોંચી ગયા.
મધ્યપ્રદેશના રહેવાસી છે શ્રદ્ધા
આજે અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર શ્રદ્ધા ગોમેની. તેઓ મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી છે. તેમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ પણ ઈન્દોરથી જ પૂરો કર્યો છે. રિર્પોટ અનુસાર, તેઓ ધોરણ 10માં CBSE બોર્ડના શહેર ટોપર રહ્યા છે. જ્યારે ધોરણ 12માં પણ તેમણે સારા માર્ક્સ મેળવીને ટોપ કર્યું હતું. આટલું જ નહીં શ્રદ્ધા ગોમે કોમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT) પરીક્ષામાં પણ ટોપર રહી ચૂક્યા છે.
26 વર્ષની ઉંમરે પાસ કરી UPSC
વર્ષ 2013માં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે બેંગ્લોરમાં આવેલી નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયામાંથી લૉનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ દરમિયાન તેમણે 13 ગોલ્ડ મેડલ પણ મળ્યા હતા અને તેમણે UPSCની પરીક્ષા પણ 26 વર્ષની ઉંમરે જ પાસ કરી લીધી હતી.
આ પણ વાંચો : Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..
લંડનમાં કરી ચૂક્યા છે નોકરી
રિપોર્ટ્સ અનુસાર, તેમણે ઈન્ટરનેશનલ ડિબેટ કોમ્પિટિશનમાં પણ પહેલું સ્થાન મેળવ્યું હતું. આ સિવાય તેઓ વિજેતા રહ્યા હેતા. તેમજ તેઓ સારા પગાર પર લંડનમાં પણ નોકરી કરી ચૂક્યા છે. વર્ષ 2020માં તેઓએ સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.
આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..
કોચિંગ વગર ક્રેક કરી પરીક્ષા
તેમણે પોતાના ઘરે જ UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. શ્રદ્ધા ગોમેએ તેમના પ્રથમ પ્રયાસમાં જ AIR 60 મેળવીને UPSC પરીક્ષાને પાસ કરી. શ્રદ્ધા ગોમે કોઈપણ કોચિંગ વિના UPSC પરીક્ષા પાસ કરી હતી.
MORE ARTICLE : Investments : રોકાણ કરવા અને દર મહિને સારી આવક મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે આ 4 વિકલ્પો..