સ્ટેશનના ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરી કુલી થી બન્યા IAS ઓફિસર… જુઓ વિડિઓ

સ્ટેશનના ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરી કુલી થી બન્યા IAS ઓફિસર… જુઓ વિડિઓ

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કંઈક કરવાનો સંકલ્પ કરે છે, તો તે જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ તે વસ્તુ પ્રાપ્ત કરે છે. કહેવાય છે ને અંગ્રેજી શબ્દ ઈમ્પોસિબલમાં પણ ત્રણ શબ્દો છુપાયેલા છે જે કહે છે “I M Possible”. આવી જ એક પ્રેરણાદાયી વાર્તા એક યુવકની પણ સામે આવી છે જે એક સમયે એર્નાકુલમ રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો હતો, જેણે પછી આઈએએસ અધિકારી બનવાનું સપનું જોયું હતું.

કુલી તરીકે કામ કરતા આ યુવકે દિવસ-રાત મહેનત કરીને પોતાનું નસીબ જાતે બનાવ્યું. રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતાં આ યુવકે અહીં ઉપલબ્ધ ફ્રી વાઈફાઈનો યોગ્ય ઉપયોગ કર્યો અને પૈસા ભેગા કરીને મોબાઈલ ખરીદ્યો. ત્યારબાદ આ યુવકે ફ્રી સમયમાં ઈન્ટરનેટ પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

કૂલી તરીકે કામ કરતા આ વ્યક્તિએ થોડા વર્ષો પહેલા IAS ઓફિસર બનીને દુનિયા સામે એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પીયૂષ ગોયલે પણ શ્રીનાથને 2018 માં તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેની Google India વાર્તા શેર કરી હતી.

આ કેરળના રહેવાસી શ્રીનાથની આ વાત છે, જે થોડા વર્ષો પહેલા કુલી તરીકે કામ કરતો હતો અને આજે IAS ઓફિસર બન્યો છે. શ્રીનાથ જ્યારે કુલી તરીકે કામ કરતો હતો ત્યારે તે બીજાને સૂટ-બૂટમાં જોતો હતો અને વિચારતો હતો કે એક દિવસ તે પણ એક અધિકારી તરીકે જીવશે, પરંતુ તેની પાસે રહેવા માટે ઘર નહોતું, વાંચવા માટે પુસ્તકો નહોતા.

UPSC કોચિંગમાં જોડાવા માટે પૈસા ન હતા, પરંતુ તેમ છતાં શ્રીનાથે હાર ન માની અને અશક્યને શક્ય બનાવ્યું. પોતાની ગરીબી અને લાચારી સામે લડીને, તેણે પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો. આ યુવકે રેલ્વેના ફ્રી વાઈફાઈનો ઉપયોગ શરૂ કર્યો અને દિવસભર મહેનત કરવાની સાથે સાથે અભ્યાસ કરીને યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી. તેની મહેનત રંગ લાવી અને તેણે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની IAS પરીક્ષા પાસ કરી.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીનાથ કહે છે કે જ્યારે પણ તેને કુલીના કામમાંથી ફ્રી સમય મળતો ત્યારે તે સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાઈફાઈનો લાભ લેતો, લેક્ચરના વીડિયો અને ઓડિયો ડાઉનલોડ કરતો અને તેને જોઈને બેસીને તૈયારી કરતો. મુસાફરોનો સામાન લઈ જતી વખતે શ્રીનાથ ઓનલાઈન કોર્સનો ઓડિયો પણ સાંભળતો હતો.

તેણે પ્રથમ બે વખત પરીક્ષા આપી, પણ સફળતા ન મળી, છતાં તે નિરાશ ન થયો. છેવટે, એક દિવસ તેની મહેનત રંગ લાવી અને વર્ષ 2018 માં, તેણે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની IAS પરીક્ષા પાસ કરીને વિશ્વને ચોંકાવી દીધું. આ રીતે, શ્રીનાથ અન્ય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ પ્રેરણા તરીકે ઉભરી આવ્યા, જેમણે પૈસાની અછત અને કોઈપણ સંસાધન વિના IAS બનીને બતાવ્યું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *