IAS : યુટ્યુબ જોઈને ઘરે ભણ્યા અને જાતે જ બન્યા IAS ઓફિસર, સફળતાની આ વાત સ્ટુડન્ટ્સ માટે પ્રેરણાદાયક…

IAS : યુટ્યુબ જોઈને ઘરે ભણ્યા અને જાતે જ બન્યા IAS ઓફિસર, સફળતાની આ વાત સ્ટુડન્ટ્સ માટે પ્રેરણાદાયક…

મોટાભાગના ઉમેદવારોએ યુપીએસસીની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડાતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે કોઈપણ કોચિંગ વગર ઘરે રહીને અભ્યાસ કરીને આઈએએસ બની જાય છે. જેમાંથી એક છે ડૉ. આકાંક્ષા આનંદ, 2023 બેચના IAS અધિકારી. તેમણે કોચિંગ વિના બીજા પ્રયાસમાં UPSC પાસ કરી છે. આવો જાણીએ તેમની સફર વિશે..

IAS
IAS

IAS આકાંક્ષા આનંદ બિહારના પટનાના રહેવાસી છે. તેમના માતા શિક્ષક છે અને પિતા આરોગ્ય વિભાગમાં ક્લાર્ક છે. તેમના માતાનું પણ સપનું હતું કે, દીકરી આઈએએસ ઓફિસર બને. જોકે, આકાંક્ષાએ પહેલા પટના વેટરનરી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જ્યાં તેઓ ગોલ્ડ મેડલ સ્ટૂડન્ટ રહ્યા હતા.

IAS
IAS

વેટરિનરીમાં સ્નાતક થયા બાદ આકાંક્ષાએ UPSCની તૈયારી શરૂ કરી હતી. તેમને કોલેજકાળથી જ IAS ઓફિસર બનવામાં રસ હતો. આકાંક્ષાએ જણાવ્યું હતું કે તે UPSC ઈન્ટરવ્યૂ સમયે જ વેટરનરી ઓફિસર તરીકે જોડાયા હતા.

આ પણ વાંચો : Lord Shivji : ગમે એટલું દેણું થઈ ગયું હોય શિવજીનાં આ મંદિરમાં માત્ર દાળ ચડાવવાથી જ ઉતરી જાય છે કર્જ, જેમનાં લગ્ન નથી થતાં તેમની પણ મનોકામના પુરી કરે છે.

IAS
IAS

ડૉ. આકાંક્ષા આનંદે વર્ષ 2022માં બીજી વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી. આકાંક્ષાના કહેવા પ્રમાણે, તેઓ UPSC ઈન્ટરવ્યૂ સમયે સીતામઢીમાં જોડાયા હતા. જેના કારણે બંને બાબતોનું સંચાલન કરવું મુશ્કેલ હતું. પરિવારજનો તરફથી તેમને ખૂબ સહકાર મળ્યો હતો.

IAS
IAS

પોતાની UPSC જર્ની વિશે વાત કરતાં આકાંક્ષા કહે છે કે, એક એવો સમય આવ્યો જ્યારે તેણે વેટરનરીમાં PG કરીને પોતાનું કરિયર સુરક્ષિત કરવું કે નહીં તે નક્કી કરવું પડ્યું. પીજીમાં તેમને સર્જરીમાં એડમિશન મળી રહ્યું હતું. આખરે તેમણે પોતાના દિલની વાત માની અને સલામત તક છોડીને UPSC પર પસંદગી ઉતારી.

IAS
IAS

વેટરનરી ઓફિસર તરીકે કામ કરતી વખતે તેઓ કોચિંગ કરી શકતા નહોતા. એટલા માટે તેમણે યુટ્યુબની મદદ લીધી હતી. આકાંક્ષા કહે છે કે તેમણે UPSC પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ઘરે રહીને કરી હતી. આખરે તેમની મહેનત રંગ લાવી અને તેમણે UPSC 2022ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 205મો રેન્ક હાંસલ કર્યો હતો. તેમની પસંદગી IAS માટે થઈ હતી.

more article : IAS : ઘરેલુ હિંસાનો ભોગ બન્યા, જમવા માટે તડપ્યા, IAS બનીને સાસરિયાઓને આપ્યો જવાબ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *