IAS : ડોક્ટરની પ્રેક્ટિસ છોડી શરૂ કરી UPSCની તૈયારી, પહેલા જ પ્રયાસમાં ક્રેક કરી પરીક્ષા, બન્યા IAS ઓફિસર

IAS : ડોક્ટરની પ્રેક્ટિસ છોડી શરૂ કરી UPSCની તૈયારી, પહેલા જ પ્રયાસમાં ક્રેક કરી પરીક્ષા, બન્યા IAS ઓફિસર

સપનાની ઉડાન વ્યક્તિને ગમે ત્યાં લઈ જઈ શકે છે. આવી જ સફળતાની કહાની નાગૌરની દીકરી મુદિતા શર્માએ દિલ્હીથી 569 કિમી દૂર આવીને લખી છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા નગરની આ દીકરીએ પહેલા ડૉક્ટર બનીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું અને હવે દેશની સૌથી મોટી સરકારી સેવાનો ભાગ બનીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જણાવી દઈએ કે મુદિતા શર્માએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ના ફાઈનલ પરિણામમાં 381મો રેન્ક મેળવ્યો હતો. તો ચાલો જાણીએ તેમની સફળતાની કહાની…

IAS
IAS

પિતા સ્કૂલમાં પ્રિન્સિપાલ

મુદિતા શર્મા રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા નગરના રહેવાસી છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર મુદિતા શર્માએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પણ રાજસ્થાનમાં 15મો નંબર મેળવ્યો હતો. મુદિતા શર્માના પિતા ભગવતી લાલ શર્મા મેડતા ખાતે આવેલી સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. જ્યારે માતા હાઉસવાઈફ છે. પરંતુ તેમણે પણ બી.એડ કર્યું છે.

IAS
IAS

જોધપુરથી કર્યું MBBS

મુદિતા શર્માએ ધોરણ 12 પછી જોધપુરની એસએન મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું. આ પછી તેઓ પ્રેક્ટિસ માટે જયપુરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં જોડાયા. આ દરમિયાન તેમને લાગ્યું કે પ્રેક્ટિસ છોડીને IAS બનવાનું નાનપણનું સપનું પૂરું કરવું જોઈએ. પછી તેમણે પ્રેક્ટિસ છોડી દીધી અને સંપૂર્ણ રીતે UPSCની તૈયારી કરવા લાગ્યા.

આ પણ વાંચો  : Chanakya Niti : નોકરીમાં સફળતા મેળવવા માટે અપનાવો આ ચાણક્ય નીતિ, દિવસ-રાત થશે પ્રગતિ…

IAS
IAS

મેડિકલની પ્રેક્ટિસ છોડી કરી તૈયારી

મુદિતા શર્મા UPSC 2022માં પ્રથમ વખત સામેલ થયા હતા. તેમણે પહેલા જ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ઓલ ઈન્ડિયામાં 381મો રેન્ક મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, મુદિતા શર્માએ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડીને દિલ્હીમાં UPSCના કોચિંગ ક્લાસમાં જોડાયા હતા.

IAS
IAS

પહેલા જ પ્રયાસમાં ક્રેક કરી એક્ઝામ

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરનારાઓને મુદિતા શર્માની સલાહ છે કે ટાઇમ ટેબલ જરુર બનાવો. સાથે જ તૈયારી દરમિયાન મોક ટેસ્ટ પણ આપતા રહો. તેનાથી તમને તમારી તૈયારીનો અંદાજ રહેશે. ડોક્ટર મુદિતા શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે UPSCની તૈયારી માટે ટાઈમ ટેબલ બનાવવું ખૂબ જ જરૂરી છે. એક શેડ્યૂલ આપણને સમયસર લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

more article : IAS : પિતાના અવસાનથી તૂટ્યું ડોક્ટર બનવાનું સપનું, હાર ન સ્વીકારી, પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરીને બન્યા IAS

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *