IAS : 5 પ્રયાસોમાં મળી નિષ્ફળતા, છઠ્ઠા પ્રયાસમાં મેળવ્યો 249મો રેન્ક, બની IAS ,વાંચો આકૃતિ સેઠીની સંઘર્ષની કહાની
સંઘર્ષના માર્ગે જે મળે, એ પણ સાચું, તે પણ સાચું.’ આ પંક્તિઓ તે લોકોને સમર્પિત છે. જેઓ જીવનના તમામ પડકારો હોવા છતાં પણ પોતાના કામથી પાછળ હટતા નથી અને અંતે સફળતા જ આ લોકોના પગ ચૂમવા માટે આવે છે. સંઘર્ષો તો દરેક વ્યક્તિના જીવનમાં છે. પરંતુ મહત્વની બાબત એ છે કે તમે તે સંઘર્ષોમાં પણ કેવી રીતે સફળ બનવાની તૈયારી કરી રહ્યા છો.
આજે દેશના દરેક ખૂણે લોકો UPSCની તૈયારી કરી રહ્યા છે. કેટલાકની પાસે દરેક સુખ-સુવિધા હોય છે, જ્યારે કેટલાકને ગરીબી અને સંઘર્ષની સાથે કંઈક કરવાનું સપનું હોય છે, જે એક દિવસ તેમને સફળતા અપાવી જ દે છે. આવી જ સફળતાની કહાની આજે અમે તમારી માટે લાવ્યા છીએ, જે છે IAS ઓફિસર આકૃતિ સેઠી. જેમણે સતત 5 પ્રયાસોમાં નિષ્ફળતાઓ મળી હતી.
અંબાલા કેન્ટના પ્રોફેસર કોલોની ખોજીપુરમાં રહેતા આકૃતિ સેઠીએ UPSC 2023માં ઓલ ઈન્ડિયા 249મો રેન્ક મેળવ્યો હતો. તેમણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ કેન્ટની બીપીએસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે 10માં અને 12માં પણ ટોપ કર્યું હતું. આ પછી દિલ્હીની ફારૂક ખાલસા કોલેજમાંથી B.Com અને M.Comની ડિગ્રીઓ મેળવી હતી.
આ પણ વાંચો : IPO : પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP
B.Com અને M.Com કર્યા પછી આકૃતિ સેઠીને ગુરુગ્રામની એક કંપનીમાં 60 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી મળી ગઈ. પરંતુ તેમનું લક્ષ્ય IAS અધિકારી બનવાનું હતુ. તેથી તેમણે નોકરી છોડી દીધી અને UPSCની તૈયારી શરૂ કરી દીધી. જોકે UPSCમાં સફળતા હાંસલ કરવાની તેમની સફર સરળ રહી ન હતી.
રિર્પોટ મુજબ આકૃતિ સેઠીએ UPSC પાસ કર્યા પછી કહ્યું હતું કે તેમના માતાપિતાને હંમેશા જ એ વાતને ખાતરી હતી કે તે જીવનમાં કંઈક સારું કરીશ. પરંતુ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરીશ એવી આશા નહોતી. એક સંબંધીએ કહ્યું હતું કે જો અભ્યાસમાં આટલો સારો છે તો સિવિલ સર્વિસમાં જોડાવું જોઈએ. આ વાત મારા મગજમાં બેસી ગઈ. પરંતુ પરિવારને સર્પોટ કરવા માટે નોકરી કરી.
આકૃતિ સેઠી જણાવે છે કે તેમણે તેમની બહેનના લગ્ન પછી નોકરી છોડી દીધી હતી અને વર્ષ 2017માં UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. 2017માં તેમણે પહેલીવાર UPSCની પરીક્ષા આપી હતી. ત્યારબાદ 2019માં ફરીથી પ્રયાસ કર્યો. તે વખતે પણ પાછલી વખત જેવું જ પરિણામ આવ્યું હતું. સતત મળતી નિષ્ફળતાઓ છતાં પણ તેમણે હિંમત હારી નહીં પરંતુ ચોક્કસપણે પ્રભાવિત થયા. તેઓ માનસિક રીતે પણ પરેશાન થયા હતા.
આકૃતિ સેઠીને UPSC સિવિલ સર્વિસમાં એક પછી એક સતત નિષ્ફળતાઓ મળતી હતી. UPSC 2022માં તેઓ માત્ર 2 માર્કસથી સિલેક્ટ થઈ શક્યા ન હતા. પરંતુ તેમણે હાર ન માની. આકૃતિ સેઠીને UPSCના પાંચ પ્રયાસોમાં નિષ્ફળતાઓ મળી હતી. આખરે છેલ્લા અને છઠ્ઠા પ્રયાસમાં તેમણે ઓલ ઈન્ડિયા 249માં રેન્ક મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું.
more article : IAS : ભેંસ ચરાવી…ખાનગી નોકરી કરી… દિવસ-રાત મહેનત કરીને કેબ ડ્રાઈવરની દીકરી બની IAS ઓફિસર