IAS : MBBSનો અભ્યાસ છોડી શરૂ કરી UPSCની તૈયારી, પહેલા જ પ્રયાસમાં મેળવ્યો 14મો રેન્ક, બન્યા IAS ઓફિસર
જામતારાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આના પર તો એક વેબ સિરીઝ પણ બની ચૂકી છે, પરંતુ આ સ્ટોરી તે વેબ સિરીઝથી બિલકુલ વિરુદ્ધ છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ જામતારાના એક અધિકારી તરુણી પાંડેની. જો કોઈએ તરુણી પાંડેને એક દાયકા પહેલાં પૂછ્યું હોત કે તેમની આકાંક્ષા શું છે, તો સિવિલ સર્વન્ટ બનવાનું તેમના લિસ્ટમાં ન હોત.
તેઓ હંમેશા એક ડૉક્ટર બનવાનું સપનું જોતા હતા અને કહેતા હતા કે તેઓ ‘ડોક્ટર તરુણી પાંડે’ તરીકે સાઈન કરશે, કારણ કે તેઓ સ્કૂલમાં હતા. પરંતુ આજે તેઓએ UPSC પરીક્ષા પાસ કરી લીધી છે. તો ચાલો જાણીએ તેમની સંઘર્ષની કહાની…
પશ્ચિમ બંગાળમાં થયો હતો જન્મ
IAS તરૂણી પાંડેનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના ચિતરંજનમાં થયો હતો. આ પછી તેમણે પોતાનું શિક્ષણ ઝારખંડના જામતારાથી પૂર્ણ કર્યું. તેમણે બેચલર અને માસ્ટર્સની ડિગ્રી ઈંગ્લિશ લિટરેચર ડિગ્રી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી મેળવી છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં થયો ફરીથી વધારો, જાણો ઈંધણના રેટમાં ફેરફાર….
MBBSનો છોડવો પડ્યો અભ્યાસ
જ્યારે તેઓ ધોરણ 3માં હતા, ત્યારે ડોક્ટર બનવાનું સપનું જોતા હતા. તેઓ તેમના સપનાને સાકાર કરવા માટે મક્કમ રહ્યા. તેમણે એમબીબીએસમાં એડમિશનમાં લીધું. પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે બીજા વર્ષે જ MBBSનો અભ્યાસ છોડવો પડ્યો હતો. જોકે, તેમણે આ પછી કરિયરનો બીજો રસ્તો શોધ્યો અને UPSCની તૈયારી કરી.
જીવન અને કરિયર માટેનો એક નવો રસ્તો મળ્યો
તરુણી પાંડેને તેમના જીજાજીના નિધન બાદ બહેનની સાથે વિવિધ સરકારી કચેરીઓમાં જવું પડ્યું. જ્યાં તેઓ ઘણા બ્યુરોકેટ અને રાજનેતાઓને મળ્યા. આ સમય દરમિયાન તેમણે તેમના જીવન અને કરિયર માટેનો એક નવો રસ્તો મળ્યો. આ સમય દરમિયાન તેમને સમજાયું કે એક વ્યક્તિ પણ સિસ્ટમમાં મોટા ફેરફારો કરી શકે છે.
પરીક્ષાના ચાર દિવસ પહેલા થયો હતો કોરોના
આ પછી તરુણી પાંડેએ UPSCની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓ પહેલીવાર વર્ષ 2020માં UPSC પ્રિલિમ્સમાં ભાગ લેવા માંગતા હતા. પરંતુ પરીક્ષાના ચાર દિવસ પહેલા જ તેમને કોવિડનો ચેપ લાગ્યો હતો. આ પછી તેઓેએ આગામી વર્ષ એટલે કે 2021માં UPSC પ્રિલિમ્સમાં હાજરી આપી હતી. વાસ્તવમાં આ તેમનો છેલ્લો ચાન્સ હતો.
14માં રેન્ક સાથે પાસ કરી પરીક્ષા
તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021માં 14મા રેન્ક સાથે પાસ કરી. ચાર મહિનાની સેલ્પ સ્ટડીથી સફળતા હાંસલ કરી છે. પરીક્ષાની તૈયારી માટે તેણે યુટ્યુબ જેવા ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લીધી. આ રીતે કોઈપણ કોચિંગ વિના તેમણે યુપીએસસીમાં ટોપ કર્યું.
more article : IAS : દેવ ચૌધરીએ તમામ પડકારોને આપી મ્હાત, ચોથા પ્રયાસમાં મેળવ્યું IASનું પદ…