Holika Dahan : આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

Holika Dahan : આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

Holika Dahan : હોળીના તહેવારની લોકો આખુ વર્ષ રાહ જુએ છે. ક્યાં ક્યાં તો હોળી એક મહિના પહેલાં જ હોળીની ધૂમ મચી જાય છે. વૈદિક પંચાગના અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોવાળી હોળી રમવામાં આવે છે. આ વર્ષે હોળિકા દહન 24 માર્ચના રોજ કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે 25 માર્ચના રોજ હોળી રમવામાં આવશે. આ દિવસે 8 દિવસ પહેલાં 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થઇ ચૂક્યા છે. શાસ્ત્રોના અનુસાર હોળિકા દહનના કેટલાક રીત રિવાજો હોય છે. આજે અમે તમને એવા 5 લોકો વિશે જણાવીશું જેમને હોળિકા દહન જોવું શુભ ગણવામાં આવતું નથી. આવો જાણીએ…

નવપરણિત દુલ્હન

Holika Dahan : શાસ્ત્રોના અનુસાર લગ્ન બાદ પહેલીવાર સાસરીએ આવેલી નવવધુએ હોલિકા દહન ન જોવું જોઇએ. આ શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં અવે છે તેનાથી લગ્નજીવનમાં ઘણા સંકટો આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગર્ભવતી મહિલા

Holika Dahan : ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોલિકાની પરિક્રમા કરવું અશુભ ગણવામાં આવે છે. તેનાથી દોષ લાગી શકે છે અને બાળકો પર અશુભ પ્રભાવ પડી શકે છે. જે તેમના જીવનમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે.

નવજાત બાળક

Holika Dahan : શાસ્ત્રોના અનુસાર નવજાત શિશુને પણ હોલિકા દહન બતાવવું ન જોઇએ. આમ કરવાથી તમારા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. નેગેટીવ એનર્જીનો અસર શિશુ પર થઇ શકે છે. કહેવામાં આવે છે કે હોલિકા દહનમાં બધા પોતાની નકારાત્મકતાની આહૂતિ આપવા આવે છે.

આ પણ વાંચો : Virwadi Hanumanji : આહિરને સ્વપ્ન આવ્યું ને હનુમાનજીને પાણીમાંથી બહાર કાઢ્યાં, કરો 451વર્ષ જૂના વિરવાડીના દર્શન

સાસુ અને વહુ

Holika Dahan : એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.


એકના એક સંતાનવાળા માતા પિતા

Holika Dahan : જે માતા-પિતાનું એક જ સંતાન હોય તેમણે હોલિકા દહનની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.

more article  : Jyotish Shastra : હોળી પહેલાં જ આટલા લોકોની પથારી ફરી જશે! શનિના કારણે ડગલે ને પગલે મુસીબતનો પહાડ તૂટી પડશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *