Holi Upay 2024 : હોળીની રાત્રે કરી લો ચાર મુખી દીવાનો આ ઉપાય, જીવનની મોટામાં મોટી સમસ્યા પણ થશે દુર…
Holi Upay 2024 : ફાગણ માસની પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચ અને રવિવારે હોલિકા દહન થશે. તો ચાલો તમને પણ જણાવીએ હોલિકા દહન પર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જે જીવનને બદલી શકે છે.
Holi Upay 2024 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કેટલાક ઉપાયો કરી લેવામાં આવે તો તેનાથી શુભ ફળ ઝડપથી મળે છે. હોળીના તહેવારને ગણતરીના દિવસોની જ વાર છે. હોળીનો તહેવાર હોલિકા દહન સાથે શરૂ થાય છે અને બીજા દિવસે રંગોથી ધુળેટી રમવામાં આવે છે. ફાગણ માસની પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચ અને રવિવારે હોલિકા દહન થશે. તો ચાલો તમને પણ જણાવીએ હોલિકા દહન પર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જે જીવનને બદલી શકે છે.
હોળીના ચમત્કારી ઉપાયો
સુખ સમૃદ્ધિ માટે
હોળીની રાત્રે સરસવના તેલનો ચાર મૂકી દીવો ઘરના મુખ્ય દરવાજાની બહાર કરો અને મુખ્ય દ્વારની પૂજા કરો. ત્યાર પછી ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. હોળીની રાત્રે આ ઉપાય કરવાથી ઘરની તમામ પ્રકારની બાધાઓ અને દુઃખોનું નિવારણ થઈ જાય છે.
નોકરી માટે
વેપાર કે નોકરીમાં કોઈ કારણોસર સમસ્યા આવી રહી હોય તો હોલિકા દહન ની રાતે શિવ મંદિરમાં જઈને શિવલિંગને 21 ગોમતી ચક્ર અર્પણ કરવા. આમ કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જાય છે.
આ પણ વાંચો : Holika Dahan : હોળી પર દેવી લક્ષ્મીની કૃપા જોઈએ તો 7 પાન કરશે ઉપાય, હોલિકા દહન પર પરિક્રમા દરમિયાન કરો આ ઉપાય
મનોકામનામાં પૂર્તિ માટે
જો તમારા મનમાં કોઈ ઈચ્છા ઘણા સમયથી હોય અને તે કામ થઈ રહ્યું ન હોય તો હોળીના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને પ્રેમથી ભોજન કરાવો તેમના આશીર્વાદથી મનોકામના પૂર્તિ થશે.
રાહુ દોષ માટે
જો તમારી કુંડળીમાં રાહુ દોષ છે અને તેના કારણે જીવનમાં સમસ્યા આવી રહી છે તો એક સૂકું નાળિયેર લઇ તેને કાપી તેની અંદર અળસી ભરી દો. સાથે જ તેમાં થોડો ગોળ ઉમેરી નાળિયેરને ફરીથી બંધ કરી દો. ત્યાર પછી આ નાળિયેરને હોલિકા દહનમાં પધરાવી દો. આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થાય છે.
આ પણ વાંચો : Elvish Rev : મળી ગયો જવાબ…આ માટે એલ્વિશ રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો, પોલીસે કર્યો ખુલાસો..
ધન હાનિ રોકવા
જો તમારા ઘરમાં ધનની આવક થતી હોય પણ ધન ટકતું ન હોય તો ધનહાનિને રોકવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની જમીન પર ગુલાબ છાંટો અને ત્યાં માટીના કોડીયામાં બે મુખી દીવો કરો. સાથે જ ધનહાની અટકે તેવી કામના કરો. દીવો બુજાઈ જાય પછી તેને હોલિકા દહનની અગ્નિમાં પધરાવી દો આમ કરવાથી ધનહાની અટકે છે.
more article : Astro Tips : આ 5 સરળ ઉપાયોથી દેવી લક્ષ્મી થશે પ્રસન્ન, ઘરમાં શરૂ થશે ‘પૈસાનો વરસાદ’,આવશે ધન-પ્રસિદ્ધિ…