સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને સંગીતને અપનાવ્યું! હેમંત ચૌહાણનાં જીવન અંગત વાતો જાણીને ચોકી જશો…
ગુજરાતની ધરામાં અનેક લોકગાયક થઈ ગયા પરતું ભજનિક તો એક જ વ્યક્તિ બન્યા જેમને પોતાની ઓળખ ભજનિક તરીકે જ બનાવી. દરેક ઘરમાં તેમના ભજનો અવશ્ય ગુંજે છે, અને ભક્તિમય બનાવી દે છે ઘર નું વાતાવરણ. ચાલો ત્યારે આજે અમે આપને લોકપ્રિય ભજનીક હેમંત ચૌહાણ વિશે જણાવીએ. આજે તેમન જીવની અંગત વાતો વિશે જણાવશું.કહેવાય છે ને દરેક કલાકાર નું જીવન પહેલા સંઘર્ષમય જ રહ્યું હોય છે, ત્યારબાદ જીવનમાં સફળતા મળે છે.
ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનું કાનપર નામનાં એવા ગામમાં જન્મેલા હેમંતભાઈના નાં ઘરમાં પહેલે થી જ શાસ્ત્રો, રામાયણ, મહાભારત અને વેદો ભજનો થી ઘરનું વાતાવરણ હંમેશા ભક્તિમય રહેતું તેમના પિતાઅને માતા પરમ ભક્ત હતા ને તેમનો વારસો હેમંત ભાઈ સાચવ્યો. રાજાભાઈ અને પુત્રવધુ સોનાબેને આ વારસો સંભાળ્યો. રાજાભાઈને ઘરે પાંચ સંતાન – ચાર દીકરા અને એક દીકરી. ચારમાંથી એક દીકરાનું નામ હેમંત.
હેમંતભાઈનો જન્મ 1955માં થયો. ઘરનું વાતાવરણ સંગીતમય હોવાથી તેમને ભજનો પ્રત્યે ખૂબ લગાવ. નિશાળમાં 1 થી 10 આંકડા બોલતા નહોતા આવડતા તે સમયે પણ શિક્ષક સામે તેઓએ બે લોકગીતો કંઠસ્થ કરીને સંભળાવ્યા હતા.રે એક સંગીત અકાદમીમાં પ્રવેશ લઈને શાસ્ત્રીય તાલીમ લીધી. કહેવાય છેને કે જીવનમાં ક્યારે શુ બને તે કોઈ નથી કહી શકતું.
વર્ષ1974માં અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડીગ્રી મેળવી પછી એક સરકારી વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં કારકુન તરીકે જોડાયા. બે વર્ષ તેમણે રાજકોટની સંગીત નાટ્યભારતની સંસ્થામાં તાલીમ પણ લીધી. તેમના મનમાં તો સંગીત પ્રત્યે જ લગાવ હતો અને આજ કારણે તેમને ફરીથી સંગીત સાથે જ લગની લગાવી.રજાના દિવસોમાં તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ત્યાંના સંતોને, લોકગાયકોને અને ડાયરાના કલાકારોને મળતા.
આકાશવાણીમાં જે લોકગીતો આવતાં તે પોતાની નોટબુકમાં લખીને પોતાની રીતે ગાતા.હેમંતભાઈએ પોતાની ભજનયાત્રા રેડિયોથી શરૂ કરી. શરૂઆતમાં આકાશવાણીના કાર્યક્રમો મળ્યા પછી નાનામોટા લાઈવ ભજનના કાર્યક્રમો મળવા લાગ્યા. પછી નાનામોટા લાઈવ ભજનના કાર્યક્રમો મળવા લાગ્યા. ત્યારબાદ લોકડાયરા અને ભજનસંધ્યાના મોટા કાર્યક્રમોની વણઝાર લાગી. દરમિયાન તેમના વિવાહ લીલાબેન સાથે થયા.
લીલાબેનના આગ્રહથી વર્ષો સુધી હેમંતભાઈએ રાત-દિવસ મહેનત કરી. રાત્રે કાર્યક્રમ અને દિવસે નોકરી. ભજનના કાર્યક્રમો તો હંગામી આવક આપે પણ જો નોકરી કરતા હોઈએ તો દર મહિને પગાર મળે અને નિત્ય આવક થતી રહે, આવું 12 વર્ષ ચાલ્યું પછી એક દિવસ કચેરીમાં હેમંતભાઈ બેઠા હતા. અચાનક કંઈક યાદ આવતા ખાનામાંથી એક ભજનની ચોપડી કાઢી અને ભજન ગાવા લાગ્યા. ત્યારે તેમના સાહેબ કહ્યું કે, “મિસ્ટર ચૌહાણ, કાં ભજન ગાવાનું રાખો, જાં નોકરી કરવાનું રાખો. બંને સાથે તો કેમ થાય?”
હેમંતભાઈએ આ વાત સમજાઈ. સાંજે ઘરે આવ્યા અને બીજા દિવસથી કચેરી જવાનું છોડી દીધું. કચેરીએ રાજીનામું મોકલીને ભજને ખોળે શરણ લીધું. ત્યાર થી લઈને. અત્યાર સુધી તેમણે લગભગ 6000 જેટલા ભજનો ગાયા છે. તેમજ અનેક કાર્યકર્મો પણ કર્યા છે. તેઓ રાજકીય ક્ષેત્ર મહત્વનું યોગાદાન આપ્યું છે. આજે તેમનો દીકરો મયુર ચૌહાણ પણ સંગીત ક્ષેત્ર જોડાયને પિતાનો વારસો નિભાવ્યો છે. હેમતભાઈનું જીવન ખૂબ જ સરળ અને શાંતિમય છે.