Heart Health : છાતીમાં પાણી ભરાવું ગંભીર સ્થિતિ, જાણો તેના લક્ષણ અને હૃદય આસપાસ પાણી ભરાવાના કારણો વિશે
Heart Health : હૃદયની આસપાસ જો તરલ પદાર્થોનું નિર્માણ થતું હોય તો તેનાથી હૃદયને વધારે જોર કરવું પડે છે. હૃદય પર દબાણ વધવા લાગે છે તેના કારણે પંપિંગ ઓછું થઈ જાય છે. જો લાંબા સમય સુધી આ સ્થિતિને ઇગ્નોર કરવામાં આવે તો હૃદય સંકોચાવવા લાગે છે જેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.
Heart Health : છાતીમાં હૃદયની આસપાસ પાણી ભરાવાની સ્થિતિને મેડિકલ ભાષામાં પેરીકાર્ડિયલ ઇન્ફ્યુજન કહેવાય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયની આસપાસ તરલ પદાર્થો ભરાઈ જાય છે. આ સ્થિતિ સર્જાવાના ઘણા બધા કારણ હોય છે જેમકે ઇન્ફેક્શન, ઈજા થવી કે અન્ય બીમારી. જો લાંબા સમય સુધી આ સ્થિતિને ઇગ્નોર કરવામાં આવે તો હૃદય સંકોચાવવા લાગે છે જેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.
Heart Health : હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હૃદયની આસપાસ જો તરલ પદાર્થોનું નિર્માણ થતું હોય તો તેનાથી હૃદયને વધારે જોર કરવું પડે છે. હૃદય પર દબાણ વધવા લાગે છે તેના કારણે પંપિંગ ઓછું થઈ જાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ઘટી જાય છે. જ્યારે હૃદયની આસપાસ પાણી ભરાવા લાગે તો શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે. જો આવા સંકેત જણાય તો તુરંત જ નિષ્ણાંતની મદદ લેવી.
પેરીકાર્ડિયલ ઇન્ફ્યુજનના લક્ષણ
ડોક્ટરોનું કહેવું છે કે પેરીકાર્ડિયલ ઇન્ફ્યુજન સ્થિતિમાં સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી પરંતુ હૃદયની આસપાસ જો તરલ પદાર્થ વધારે પ્રમાણમાં એકત્ર થાય તો કેટલીક સ્થિતિમાં આ લક્ષણો જોવા મળે છે.
શ્વાસ લેવામાં સમસ્યા
છાતીમાં ભાર જેવો અનુભવ થવો
હૃદયના ધબકારા વધી જવા
ચક્કર આવવા અથવા બેભાન થવું
સતત થાક લાગવો
એન્ઝાઈટી
આ પણ વાંચો : Astro Tips : જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે
ભોજન ગળે ઉતારવામાં તકલીફ
ભ્રમ થવો
વારંવાર હેડકી આવવી
અતિશય ઉધરસ થવી અથવા અવાજ બેસી જવો.
પેરીકાર્ડિયલ ઇન્ફ્યુજનના કારણો
– આ સ્થિતિ સર્જાવવા પાછળ ઘણી વખત વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર હોઈ શકે છે.
– શરીરના કોઈ અંગમાં કેન્સર હોય તો આ સ્થિતિમાં ટ્યુમર ફેલાવવા લાગે છે. તેના કારણે પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે.
– લ્યુપસ, રૂમેરીઇસ આર્થરાઇટિસ સહિતની ઇમ્યુનિટી પ્રણાલી સંબંધિત સમસ્યાના કારણે પણ આ જ સ્થિતિ સર્જાઈ શકે છે.
– હાઇપોથાઇરોડિઝમના કારણે શરીરની ગ્રંથિઓ પૂરતી માત્રામાં હોર્મોન ઉત્પાદન કરી શકતી નથી જેના કારણે પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે.
more article : Scheme : દીકરીઓના લગ્ન માટે સરકાર આપે છે 51000 રૂપિયા,જાણો સંપૂર્ણ પ્રક્રિયા, લાભ કેવી રીતે મેળવવો