HEALTH TIPS : લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ

HEALTH TIPS : લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ

HEALTH TIPS : વાળની સમસ્યાઓ વચ્ચે પણ યુવતીઓમાં લાંબા વાળનો ક્રેઝ જોવા મળે છે. વાળ લાંબા થાય તે માટે યુવતીઓ વિવિધ પ્રકારના શેમ્પૂ અને અલગ અલગ ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે. પરંતુ જોઈએ એવો હેર ગ્રોથ થતો નથી. જો તમારે પણ વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આજે તમને એક આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ.

HEALTH TIPS :  પહેલાના સમયમાં મહિલાઓના વાળ ખૂબ જ લાંબા અને વર્ષો સુધી કાળા રહેતા હતા. પરંતુ આજના સમયમાં પ્રદૂષણ ખોટા આહાર અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વાળ સંબંધિત સમસ્યા વધતી જાય છે. નાની ઉંમરમાં જ હેર લોસ અને વાઈટ હેરની પ્રોબ્લેમ થઈ જાય છે.

HEALTH TIPS : જેના કારણે ઉંમર પહેલાં જ લોકો વૃદ્ધ દેખાવા લાગે છે. વાળની સમસ્યાઓ વચ્ચે પણ યુવતીઓમાં લાંબા વાળનો ક્રેઝ જોવા મળે છે. વાળ લાંબા થાય તે માટે યુવતીઓ વિવિધ પ્રકારના શેમ્પૂ અને અલગ અલગ ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે. પરંતુ જોઈએ એવો હેર ગ્રોથ થતો નથી. જો તમારે પણ વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આજે તમને એક આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ. આ વસ્તુનો ઉપયોગ કરવાથી હેર ગ્રોથમાં ફાયદો થાય છે.

HEALTH TIPS
HEALTH TIPS

HEALTH TIPS : વાળને ઝડપથી લાંબા કરવા હોય તો બદામનું તેલ અને લવિંગ ઉપયોગી છે. લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. સાથે જ લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્ક્લેપના ઇન્ફેક્શનને દૂર કરે છે. લવિંગનો વાળમાં ઉપયોગ કરવો હોય તો ઘરે તેનું સરળ રીતે તેલ બનાવી શકાય છે.

આ પણ વાંચોઃ Samaveda : ‘સામવેદ’ વેદોમાં સૌથી નાનો છે અને તે ગીતો અને સંગીત પર આધારિત છે, ચાલો તેની ગાવાની પદ્ધતિ જોઈએ.

હેર ગ્રોથ માટે લવિંગનું તેલ 

HEALTH TIPS : વાળની લાંબા કરવા માટે લવિંગનું તેલ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે બે જ વસ્તુની જરૂર પડશે જેમાંથી એક છે લવિંગ અને બીજું છે બદામનું તેલ. આ તેલ બનાવવા માટે સૌથી પહેલા 4થી 5 લવિંગને પીસીને પાવડર બનાવી લો. હવે બદામના તેલને ગેસ પર ધીમા તાપે ગરમ કરો.
HEALTH TIPS
HEALTH TIPS
HEALTH TIPS : તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લવિંગનો પાવડર મિક્સ કરી દો. લવિંગ નો પાવડર તેલમાં ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી તેલને ઠંડુ કરી લો. તેલ ઠંડુ થાય પછી તેને ગાળી અને એક બોટલમાં ભરી લો. આ રીતે તમે તેલ બનાવીને એક કે બે અઠવાડિયા તેને રાખી શકો છો.
લવિંગનું તેલ વાળના મૂળમાં અને વાળમાં સારી રીતે લગાડવું. ત્યાર પછી 10 મિનિટ હળવા હાથે માલિશ કરવી. તેલ લગાડ્યા પછી 30 મિનિટ માટે તેલને વાળમાં જ રહેવા દો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પુની મદદથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ તેલનો ઉપયોગ કરશો એટલે હેર ગ્રોથમાં ફાયદો જોવા મળશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *