Health Tips : ન્હાતા પહેલા ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ, સ્કીન રહેશે સ્વસ્થ અને સુંદર..
Health Tips : ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
Health Tips : ત્વચાને સુંદર, સોફ્ટ અને હેલ્ધી બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. દાદી નાનીના નુસખામાં પણ સ્કીન કેર માટે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે. ત્વચાને સુંદર બનાવી હોય તો રસોડામાં રહેલી હળદર, ઘરમાં ઉગાડેલું એલોવેરા, ટામેટા અને ચણાના લોટ જેવી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
Health Tips : ટૂંકમાં કહીએ તો ત્વચાને સુંદર બનાવવાથી લઈને ત્વચાની સમસ્યા દૂર કરવાની દરેક વસ્તુ ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. બસ એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આજે તમને ચણાના લોટના ઉપયોગ વિશે જણાવીએ.
Health Tips : ચણાનો લોટ ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે. ચણાના લોટનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
ચણાના લોટથી નહાવાથી થતા ફાયદા
ટેનિંગ દૂર થાય છે – તડકામાં ત્વચા ટેન થઈ જાય છે. તેનાથી સ્કીન વધારે ડાર્ક દેખાવા લાગે છે. આવી સ્કીનને સાફ કરવા માટે અને રંગ સુધારવા માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકાય છે. ચણાનો લોટ લગાડવાથી સ્કીન પર જામેલી ડેડ સ્કીન દૂર થઈ જાય છે. તેનાથી સ્કીન સાફ દેખાવા લાગે છે.
ઓઇલી સ્કિન – જે લોકોની સ્કીન ઓઈલી હોય તેમને ગરમીમાં ખીલ અને સ્કીન ઇનફેક્શન જેવી સમસ્યાઓ વધારે સતાવે છે. ઉનાળામાં ઓઇલી સ્કિનને સારી રીતે મેનેજ કરવી હોય તો ચણાના લોટનો ઉપયોગ શરૂ કરી દેવો.
આ પણ વાંચો : અંકરાશિ : આજે આ તારીખે જન્મેલા લોકો સ્ટાર બની જશે, બસ એક વસ્તુ પર રાખજો કંટ્રોલ…
ફેશિયલ હેર – જે લોકોના ચહેરા પર અનવોન્ટેડ હેર વધારે પ્રમાણમાં થતા હોય તેમના માટે ચણાનો લોટ વરદાન સમાન છે. નિયમિત ચણાના લોટથી નહાવાનું રાખશો તો ફેશિયલ હેર સરળતાથી દૂર થઈ જશે.
ખીલ – ચણાના લોટથી નહાવાથી ખીલ અને એકનેની સમસ્યા હોય તો દૂર થાય છે. અને ન હોય તો થાતી પણ નથી.
ત્વચાની સફાઈ – ત્વચાને સુંદર બનાવી હોય તો જરૂરી છે કે તેની સફાઈ અંદરથી પણ સારી રીતે થાય અને આ કામ ચણાના લોટની મદદથી સારી રીતે થઈ શકે છે. ચણાના લોટનો ઉપયોગ કરવાથી ત્વચા સારી રીતે સાફ થાય છે અને ત્વચા પર ચમક વધે છે.
આ પણ વાંચો : Temple of Ganesha : ગુજરાતના આ મંદિર ધમધમે છે પ્રાકૃતિક ખેતીથી બનેલી વાનગીના રસોડા, સમૂહલગ્નથી ઓળખ…
નહાવામાં ચણાના લોટનો કેવી રીતે કરવો ઉપયોગ ?
એક વાટકીમાં જરૂર અનુસાર ચણાનો લોટ લેવો. તેમાં ગુલાબજળ અથવા તો કાકડીનો રસ ઉમેરો. સાથે જ તેમાં થોડું દહીં અને હળદર પણ ઉમેરી દો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે ન્હાતા પહેલા આ પેસ્ટને ચહેરા પર ગરદન પર અને શરીર પર સારી રીતે લગાડો. 5 મિનિટ પછી આ પેસ્ટને હળવા હાથે મસાજ કરતા કરતા સાફ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો.
more article : Vastu Shastra : આ પક્ષીનું ચિત્ર ઘરની દિવાલ પર લગાવી દેજો, વાસ્તુના ઉપાયથી તમારા બાળકો પરીક્ષામાં કરશે ટોપ..