health tips : શિયાળામાં દવા વિના જ ગળાની ખરાશને દૂર કરશે આ ઘરેલૂ ઉપાયો
health tips : વાયરલ કે બેક્ટેરિયલ સંક્રમણ કે પછી અન્ય કોઈ કારણોસર ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે. મળતી માહિતીના આધારે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી થનારા સ્ટ્રેપ થ્રોટ ઈન્ફેક્શન ખતરનાક હોય છે. તેના કારણે વધારે તાવ આવે તે શક્ય છે. વાયરલ થ્રોટ ઈન્ફેક્શન શિયાળામાં થનારી એક સામાન્ય સમસ્યા છે. તેમાં તમે દવાના સિવાય પણ ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો. તેનાથી ગળાની ખરાશની સમસ્યામાં આરામ મળશે.
મધ:
ગળાની ખરાશની સમસ્યામાં મધનું સેવન તમને ફાયદો કરી શકે છે. તમે ચામાં મધ મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. મધમાં મળતા પોષક તત્વો વાયરલ સંક્રમણથી બચાવે છે. તેનાથી ગળાની ખરાશને દૂર કરવામાં મદદ મળે છે.
હળદરની ચા:
જો તમને ગળમાં ખરાશની સમસ્યા પરેશાન કરી રહી છે તો હળદરવાળી ચાનું સેવન કરો. હળદરનું સેવન ઈન્ફ્લામેશનને ઘટાડીને ગળાની ખરાશ, સોજો અને શરદી કે ખાંસીને ઠીક કરવામાં મદદ કરી શકે છે.
તુલસીનો ઉકાળો:
ગળાની ખરાશની સમસ્યામાં તુલસીની ચા કે ઉકાળાનું સેવન કરવાનું તમારા માટે ફાયદારૂપ રહેશે. તેનાથી ઈમ્યુનિટી મજબૂત થશે અને વાયરલ સંક્રમણ પણ દૂર થશે.
more article : health tips : શુ તમને પણ RO નુ પાણી પીવાની ટેવ તો નથી ને તો થઇ જાજો સાવધાન! થઇ શકે છે ભયંકર બીમારીઓ, આ રીતે R.Oનું પાણી પીવો…