HEALTH TIPS : ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશન..

HEALTH TIPS : ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશન..

HEALTH TIPS : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

HEALTH TIPS : ડિહાઈડ્રેશન..ગરમી..લૂ..પાણીની કમી..ઉનાળો આવી ગયો છે, પાણી પીતા રહેજો. ગરમીમાં શરીરને ઠંડક મળી રહે તેવા ઠંડા પીણા, ફળોનો જ્યુશ, ફળ, શારભાજીના સૂપ, સલાડ, દૂધ, દહીં, છાશ વગેરેનું સેવન શરીરને ઠંડક આપે છે. કારણકે, ગરમીમાં બોડીને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે આ બધી જ વસ્તુઓ રામબાણ સમાન છે.

HEALTH TIPS : ઉનાળામાં અવારનવાર પાણીની અછત સર્જાય છે. તેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે, આ સાથે જ્ઞાનતંતુઓમાં તાણ આવે છે અને ક્યારેક આખા શરીરને અસર થવા લાગે છે. આવી સ્થિતિમાં, શરીરમાંથી ડિહાઇડ્રેશનને રોકવા માટે, તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ શામેલ કરવી જોઈએ જે આ સ્થિતિમાં અસરકારક રીતે કામ કરે છે. આપણા શરીરમાં પાણીની કમી ન થવા દઈને અને હાઇડ્રેશન જાળવી રાખે છે.

HEALTH TIPS : ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે કઈ એ 5 મહત્વની વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. આ શરીરમાં હાઇડ્રેશન વધારવામાં અને ઘણી બીમારીઓને રોકવામાં મદદરૂપ છે. જાણો કેવી રીતે.

HEALTH TIPS
HEALTH TIPS

દહીં કે છાશ :
દહીં અને છાશ બંને પ્રોબાયોટિક્સ છે જે આંતરડાના બેક્ટેરિયાને સ્વસ્થ રાખે છે પરંતુ પાચનશક્તિ માટે છાશ વધારે શ્રેષ્ઠ છે. ગરમીમાં આપણા શરીરના તાપમાનને ઓછુ રાખે છે તમે શરીરની ઉર્જાને પુનજીર્વિત કરવા અને શરીરને પ્રાકૃતિક રીતે ઠંડુ રાખવા માટે અસરકારક છે. જેને તમે રોજ ડાયેટમાં સામેલ કરી શકો છો.

સીઝનલ ફળ :
આ સાથે સિઝનલ ફ્રુટ જેવા કે કેરી, દ્રાક્ષ, તરબુચ અને ટેટી જેવા ફ્રુટ પર તમારા શરીરને ડિહાડ્રેશનથી બચાવે છે. તેમા પણ કાચી કેરીનું શરબત પીવાથી પણ શરીરને ઠંડક મળે છે અને તમને હાઈડ્રેટ રાખે છે.

આ પણ વાંચો : Vastu Tips : દરરોજ કરો આ 6 કામ, ઘરમાં ઝડપથી વધશે આર્થિક સમૃદ્ધિ, લક્ષ્મીજીની અપાર કૃપા વરસશે

વેજિટેબલ સૂપ :
સૂપ શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તમે જે પણ સૂપ પીઓ છો, તેના દ્વારા માત્ર પાણી શરીરમાં પહોંચતું રહે છે. આના કારણે શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે અને શરીરમાં પાણીની કમી થતી નથી. તેથી સરગવો, પાલક જેવા દૂધી જેવા શાકભાજીનું સૂપ બનાવી આહારમાં સામેલ કરો.

લીંબુપાણી :
ઉનાળામાં લીંબુ પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશન વધે છે. આ પાણીમાં સંચર કે મીઠું, કાળા મરી, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવામાં આવે છે. આ બધી વસ્તુઓ શરીરમાં હાઇડ્રેશન વધારવામાં મદદ કરે છે. આ વસ્તુઓનું સેવન શરીરના દરેક ભાગને હાઇડ્રેટ કરે છે અને લાંબા સમય સુધી શરીરને પાણીની ઉણપથી બચાવે છે. તેથી ઉનાળામાં લીંબુ પાણી પીવો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

HEALTH TIPS
HEALTH TIPS

નાળિયેર પાણી :
નારિયેળ પાણી પીવાથી શરીરને અંદરથી હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. નાળિયેર પાણીમાં ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર વગેરે જેવા ઘણા પ્રકારના ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. આ ઉપરાંત, તેમાં થોડી માત્રામાં પાણી પણ હોય છે. આવી સ્થિતિમાં, ઉનાળાના દિવસોમાં આનાથી વધુ સારું હાઇડ્રેટિંગ ફળ બીજું કોઈ નથી.

આ પણ વાંચો : Ram Navami : રામ નવમીના દિવસે ઘરમાં આ વસ્તુની સ્થાપના કરો, હંમેશા સમૃદ્ધિ રહેશે..

દાળનું પાણી :
દાળનું પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. આ પાણી અને અમુક પોષક તત્વોથી ભરપૂર છે જે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે અને પાણીની ઉણપને અટકાવે છે. તેથી, જો તમે ઉનાળામાં આ બેનું સેવન ન કરતા હોવ તો શરૂ કરો. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દૂધઃ
દૂધ હંમેશાથી એક સંપૂર્ણ આહાર કહેવાય છે. એમાંય દૂધ એ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ત્યારે ગરમીમાં દૂધનું સેવન ફાયદા કારક બની શકે છે.

HEALTH TIPS
HEALTH TIPS

more article : Jain community : અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *