HEALTH TIPS : આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ..
HEALTH TIPS : આજે તમને કેટલાક એવા ફળ વિશે જણાવીએ જેનો ઉપયોગ તમે ફેસપેક તરીકે કરો છો તો તેનાથી ત્વચાને ફાયદો થાય છે. આ ફેસપેક સવારે એકવાર લગાવી લેશો તો આખો દિવસ ચહેરા પર ફ્રેશનેસ અને ગ્લો દેખાશે.
HEALTH TIPS : ગરમીમાં ત્વચાનું ધ્યાન રાખવું જરુરી હોય છે. કારણ કે તડકાના કારણે સ્કીન ઝડપથી ડેમેજ થઈ જાય છે. આ સિવાય પ્રદૂષણના કારણે પણ ચહેરાનો નેચરલ નિખાર ગાયબ થઈ જાય છે. ગરમીમાં ઓઈલી સ્કીન હોય તેમની સમસ્યા ચારગણી વધી જાય છે. કારણ કે ઓઈલી સ્કીનના કારણે ખીલ વધી જાય છે. ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દુર કરવી હોય તો કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
HEALTH TIPS : આ કામમાં તમને કેટલાક ફળ મદદ કરી શકે છે. આજે તમને કેટલાક એવા ફળ વિશે જણાવીએ જેનો ઉપયોગ તમે ફેસપેક તરીકે કરો છો તો તેનાથી ત્વચાને ફાયદો થાય છે. આ ફેસપેક સવારે એકવાર લગાવી લેશો તો આખો દિવસ ચહેરા પર ફ્રેશનેસ અને ગ્લો દેખાશે.
ઉનાળા માટેના ફ્રુટ ફેસપેક
પપૈયું
પપૈયાનો ફેસપેક સ્કીન માટે ફાયદાકારક છે. ખાસ તો જેમની સ્કીન સેંસિટિવ હોય તેમને પપૈયાની પેસ્ટ કરી અને તેમાં મધ ઉમેરી ચહેરા પર 20 મિનિટ માટે લગાવવું.
આ પણ વાંચો : Vastu Tips : આ વૃક્ષો અને છોડ છિનવી લે છે સુખ-ચૈન, મોટાભાગે દરેકના ઘરમાં હોય છે આ એક છોડ
કેળા
કેળા પણ સ્કીન માટે બેસ્ટ છે. પોટેશિયમથી ભરપુર કેળા ત્વચા માટે ફાયદાકારક છે. તેને લગાવવાથી ખીલ સહિતની સમસ્યાથી મુક્તિ મળે છે. તમે કેળાની પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર અપ્લાય કરી શકો છો.
કેરી
ઉનાળામાં દરેક ઘરમાં મળતું ફળ છે કેરી. કેરીની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. ગરમીના કારણે ડલ થયેલી સ્કીનને પણ કેરીનો ફેસપેક ચમકાવી દેશે.
સ્ટ્રોબેરી
વિટામિન અને મિનરલ્સથી ભરપુર સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય સમસ્યાની સાથે સ્કીનની સમસ્યા પણ દુર કરે છે. તડકાના કારણે ડેમેજ થયેલી સ્કીન પર સ્ટ્રોબેરીનો પલ્પ લગાવવાથી ફાયદો થાય છે.
તરબૂચ
ઉનાળામાં તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેવી જ રીતે રાતના સમયે તરફનો ફેસ માસ્ક લગાવવો પણ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી કરચલીયોથી મુક્તિ મળે છે.