Health Tips : તડકામાંથી આવો પછી સ્કીન પર આ રીતે લગાવી લો કેળાની છાલ, ઉનાળામાં પણ ખીલેલો રહેશે ચહેરો.

Health Tips : તડકામાંથી આવો પછી સ્કીન પર આ રીતે લગાવી લો કેળાની છાલ, ઉનાળામાં પણ ખીલેલો રહેશે ચહેરો.

Health Tips : આજે તમને કેળાની છાલનો એવો ઉપયોગ જણાવીએ જેને જાણ્યા પછી તમે કેળાની છાલને ક્યારેય ડસ્ટબીનમાં કચરો સમજીને ફેકશો નહીં. અઠવાડિયામાં બે ત્રણ વખત કેળાની છાલનો ઉપયોગ ચહેરા પર કરવો. ખાસ કરીને જ્યારે તમે તડકામાંથી ઘરે આવો ત્યારે આ કામ ફટાફટ કરી લેવું. તેનાથી ત્વચા ને ઠંડક મળે છે અને ટેનિંગ થતું નથી.

Health Tips : કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાની જેમ જ કેળાની છાલ પણ ઉપયોગી છે ? જે ગુણ અને પોષક તત્વો કેળામાં હોય છે તે બધા જ પોષક તત્વો તેની છાલમાં પણ હોય છે. તેમાં પણ આજે તમને કેળાની છાલનો એવો ઉપયોગ જણાવીએ જેને જાણ્યા પછી તમે કેળાની છાલને ક્યારેય ડસ્ટબીનમાં કચરો સમજીને ફેકશો નહીં.

Health Tips : ખાસ કરીને ઉનાળામાં આ રીતે કેળાની છાલનો રોજ ઉપયોગ કરવો જોઈએ. જો તમે આ કામ કરી લેશો તો ઉનાળામાં પણ તમારી ત્વચા સુંદર અને બેદાગ રહેશે.

Health Tips : કેળાની છાલમાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6, મેંગેનીઝ જેવા પોષક તત્વ હોય છે. જે ત્વચા માટે એક બેસ્ટ હોમ રેમેડી છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદો થાય છે તે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ.

Health Tips
Health Tips

કેળાની છાલના ફાયદા 

Health Tips : કેળાની છાલમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકતી દેખાય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી પણ હોય છે જે ત્વચામાં કોલેજન ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પણ ઓછી થાય છે. ઉનાળામાં કેળાની છાલને ત્વચા પર લગાડવાથી ખીલ થતા નથી અને ડાઘ પણ દૂર થવા લાગે છે. કેળાની છાલથી ત્વચાને ઠંડક મળે છે.

આ પણ વાંચો : Takshvi Vaghani : રમકડાંથી રમવાની ઉંમરે 6 વર્ષની બાળકીએ સ્કેટિંગમાં કર્યો અજાયબી, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ.

કેળાની છાલનો કેવી રીતે કરવો ઉપયોગ ? 

– કેળાની છાલના અંદરના સફેદ ભાગને ચહેરા પર લગાવો અને પાંચથી દસ મિનિટ ધીરે ધીરે મસાજ કરો.

– આ સિવાય તમે કેળાની છાલની પેસ્ટ બનાવી તેમાં દહીં કે મધ ઉમેરીને તેને ચહેરા પર પણ લગાડી શકો છો.

– કેળાની છાલના ટુકડા કરીને 10 થી 15 મિનિટ આંખની નીચે રાખવાથી ડાર્ક સર્કલ દૂર થવા લાગે છે.

Health Tips
Health Tips

આ વાતનું રાખો ધ્યાન 

Health Tips : કેળાની છાલનો ઉપયોગ કરો તે પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લેવો. અઠવાડિયામાં બે ત્રણ વખત કેળાની છાલનો ઉપયોગ ચહેરા પર કરવો. ખાસ કરીને જ્યારે તમે તડકામાંથી ઘરે આવો ત્યારે આ કામ ફટાફટ કરી લેવું. તેનાથી ત્વચા ને ઠંડક મળે છે અને ટેનિંગ થતું નથી.

Health Tips
Health Tips

more article : Avalakandhi Mata : કેમ માતાજી અવળુ મોં કરીને બેસી ગયા? ગુજરાતમાં આવેલું છે દેશનું આવું એક માત્ર મંદિર…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *