Health Tips : તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ, તુરંત થશે ફાયદો

Health Tips : તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ, તુરંત થશે ફાયદો

Health Tips : ઉનાળામાં થતી ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે કેટલા ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. ઉનાળા દરમિયાન જો તમે આ ઘરેલુ નુસખા અજમાવશો તો ચહેરા પર થયેલું ટેનિંગ ઝડપથી દૂર થઈ જશે.

Health Tips : ગરમીના દિવસો ત્વચા માટે મુશ્કેલી ભર્યા હોય છે. તડકા અને ગરમ હવાના કારણે ત્વચાને સૌથી વધુ નુકસાન થતું હોય છે. ગરમીથી બચવા માટે તો આપણે ઘણા બધા ઉપાય કરીએ છીએ પરંતુ તેમ છતાં થોડીક વાર માટે પણ બહાર જવાનું થાય તો ત્વચા પર ટેનિંગ થઈ જાય છે.

Health Tips : ઉનાળામાં થતી ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે કેટલા ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. ઉનાળા દરમિયાન જો તમે આ ઘરેલુ નુસખા અજમાવશો તો ચહેરા પર થયેલું ટેનિંગ ઝડપથી દૂર થઈ જશે.

ટેનિંગ દૂર કરવાના ઘરેલુ ઉપાય 

કોફી 

Health Tips : એક કપ કોફી તમને રિફ્રેશ કરી શકે છે. આ કોફી સ્કિન પર થયેલા ટેનિંગને પણ દૂર કરવામાં મદદગાર છે. તેના માટે એક બાઉલમાં કોફી પાવડર લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાડો. જ્યારે તે સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરી ચહેરો ધોઈ લો.

Health Tips
Health Tips

કાકડી અને ગુલાબજળ 

Health Tips : એક વાટકીમાં કાકડીનો રસ કાઢો અને તેમા થોડું ગુલાબજળ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ચહેરા પર લગાડો અને થોડીવાર સુકાવા દો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.

આ પણ વાંચો  : Vastu Tips : આ વૃક્ષો અને છોડ છિનવી લે છે સુખ-ચૈન, મોટાભાગે દરેકના ઘરમાં હોય છે આ એક છોડ

નાળિયેરનું દૂધ 

Health Tips : નાળિયેરનો ઉપયોગ અલગ અલગ રીતે સ્કીન કેરમાં કરવામાં આવે છે. પરંતુ ઉનાળા દરમિયાન જો નાળિયેરનું દૂધ કાઢીને તમે તેને ચહેરા પર લગાડો છો તો ચહેરો હાઈડ્રેટ થાય છે અને સન ટેન પણ દૂર થઈ જાય છે.

Health Tips
Health Tips

ઓટ્સ 

વજન ઘટાડવા માટે ઓટ્સનું સેવન કરવામાં આવે છે. આ ઓટ્સ ચહેરાની સુંદરતા પણ વધારી શકે છે. તેના માટે એક ચમચી ઓટ્સનો પાવડર કરી તેમાં દહીં મિક્સ કરી સ્કીન પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ચહેરો સાફ કરી લો.

લીંબુ અને મધ 

 લીંબુ અને મધ પણ સ્કીન માટે બેસ્ટ ઔષધી છે. લીંબુના રસમાં મધ મિક્સ કરી ચહેરા પર લગાડવું જોઈએ. તેનાથી સન ટેનિંગ ઝડપથી દૂર થાય છે.

Health Tips
Health Tips

more article : Government scheme : લાજવાબ મોદી સરકાર કંઈપણ ગીરવે રાખ્યા વગર મળી રહી છે 10 લાખની લોન, સીધા ખાતામાં આવશે પૈસા….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *