HEALTH TIPS : ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?

HEALTH TIPS : ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?

HEALTH TIPS : જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

HEALTH TIPS : પાણી પીધા વિના તો કોઈ જીવી જ ન શકે. ખાસ કરીને ઉનાળામાં તો કલાક પણ પાણી પીધા વિના ન નીકળે. સમયે સમયે પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી જ શરીરની બધી કોશિકાઓ બરાબર રીતે કામ કરે છે. દિવસ દરમિયાન અમુક લીટર પાણી પીવું જરૂરી હોય છે. પરંતુ કેટલાક લોકો તો પાણી પીવું સારું એમ માનીને વધારે પ્રમાણમાં પાણી પીવે છે. આ સ્થિતિ પણ શરીર માટે સારી નથી.

HEALTH TIPS : જેમ ઓછું પાણી પીવો તો ઉનાળામાં ડિહાઈડ્રેશન થઈ જાય તેમ વધારે પાણી પીવાથી ઓવરહાઈડ્રેશન થઈ જાય છે જે પણ શરીર માટે ખતરનાક સાબિત થાય છે. આમ તો દિવસમાં કેટલું પાણી પીવું જરૂરી છે તે નક્કી કરવાનો કોઈ ફોર્મ્યુલા નથી પરંતુ નિષ્ણાંતો દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાને સારી આદત માને છે.

HEALTH TIPS : આ સિવાય વાતાવરણ, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પાણીની માત્રા વધારવી જોઈએ. જેમકે ઉનાળામાં પાણીની તરસ વધુ લાગે તો પાણી વધારે પીવું જોઈએ. જો સ્ત્રી ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતી હોય તો તેણે પણ વધારે પાણી પીવું જોઈએ.

 HEALTH TIPS
HEALTH TIPS

વધારે પાણી પીવાથી શું થાય ?

 HEALTH TIPS : જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

જ્યારે શરીર ઓવરહાઈડ્રેટ હોય છે તો હાઈપોનેટ્રિયા નામની સ્થિતિ સર્જાય છે જેના કારણે શરીરની કોશિકાઓમાં પાણી ભરાવા લાગે છે. તેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે, વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે અને મોતનું જોખમ પણ વધી જાય છે.

આ પણ વાંચો : Aaj nu rashifal : તમારી રાશિ પ્રમાણે દર સોમવારે ભગવાન શિવને આ સામગ્રી અર્પણ કરો, ઈચ્છિત સુખ મેળવો, તેમના પર મહાદેવની કૃપા રહે છે….

આ લક્ષણો પરથી જાણો તમે વધારે પાણી પી રહ્યા છો

– વધારે પાણી પીતા હોય તો પેશાબનો રંગ બદલી જાય છે. પેશાબનો રંગ ટી-કલર્ડ થઈ જાય છે.
– વારંવાર પેશાબ કરવા જવું પડે છે. દિવસમાં 6થી 8 વખત પેશાબ કરવા જવું પડે તે સામાન્ય સ્થિતિ છે.
– જ્યારે શરીર ઓવરહાઈડ્રેટ હોય છે તો તરસ નથી લાગતી.
– વધારે પ્રમાણમાં પાણી પીવાથી ઉલટી, ઉબકા જેવી સમસ્યા થાય છે.
– જ્યારે કિડની વધારે લિક્વિડને શરીરમાંથી કાઢી શકતી નથી તો ઝાડા પણ થઈ જાય છે.
– ઓવર હાઈડ્રેશનના કારણે માથામાં દુખાવો રહે છે અને પગ તેમજ હોઠનો રંગ બદલી જાય છે.
– શરીરમાં પાણી વધી જાય તો સ્નાયૂમાં દુખાવો, નબળાઈ અને સોજા અનુભવાય છે.

 HEALTH TIPS
HEALTH TIPS

એક દિવસમાં કેટલું પાણી પીવું ?

HEALTH TIPS : રોજ કેટલા લીટર પાણી પીવું તેની કોઈ માર્ગદર્શિકા નથી. પાણી પીવાનો આધાર વ્યક્તિની ઉંમર, તેના વજન, તેના કામ અને વાતાવરણ પર હોય છે. 19 થી 30 વર્ષની મહિલાએ રોજ 2.7 લીટર પાણી પીવું જોઈએ. આ ઉંમરના પુરુષોએ 3.7 લીટર પાણી પીવુ જોઈએ. સૌથી આદર્શ છે કે તમે દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાનું રાખો.

 HEALTH TIPS
HEALTH TIPS

 MORE ARTICLE : Health Tips : ચપટી વગાડતા બની જશે આ સ્વાદિષ્ટ નાસ્તો, વધારશે બાળકોની ઈમ્યુનીટી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *