HEALTH TIPS : માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો.
HEALTH TIPS : 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
HEALTH TIPS : છાતીમાં દુખાવાની વાત આવે એટલે મનમાં હાર્ટ અટેકનો જ વિચાર આવે. જોકે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ એટેકના કારણે જ થતો હોય તેવું જરૂરી નથી. છાતીમાં અચાનક તીવ્ર દુખાવો થવો અન્ય ગંભીર સમસ્યાનું પણ લક્ષણ હોઈ શકે છે.
HEALTH TIPS : પરંતુ 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
HEALTH TIPS : માત્ર હાર્ટ અટેક હોય ત્યારે જ છાતીમાં દુખે તેવું નથી. કોસ્ટોકોન્ડ્રાઈટિસ પણ એવી બીમારી છે જેમાં અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. આ બીમારી છાતીના હાડકા સંબંધિત છે. આ બીમારી થઈ હોય તો પાંસળા અને બ્રેસ્ટ બોનની વચ્ચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. આ એક ગંભીર બીમારી છે જેની સારવાર પણ સમયસર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : Kerala Temples : કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ
કોસ્ટોકોન્ડ્રાઈટિસ થવાના કારણ
HEALTH TIPS : આ બીમારી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, છાતીમાં ઇજા થઈ હોય અથવા તો લાંબા સમય સુધી ઉધરસ રહી હોય તો આ સમસ્યા થઈ શકે છે. આ સિવાય વધારે જોર લગાડવાથી સ્નાયુ ખેંચાઈ જાય તો પણ આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.
કોસ્ટોકોન્ડ્રાઈટિસના લક્ષણો
HEALTH TIPS : આ સમસ્યામાં છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. ઘણી વખત ઉધરસ આવે ત્યારે અને ઝડપથી ચાલતા હોય ત્યારે પણ છાતીનો દુખાવો વધી જતો હોય છે. આ બીમારીના અન્ય લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ સામાન્ય લક્ષણ એ છે કે તેમાં છાતીમાં દુખાવાનો અનુભવ થાય છે.
જો ઉપર જણાવ્યા અનુસારની સમસ્યા તમને પણ રહેતી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સાથે જ સ્વાસ્થ્ય સારું રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું અને રોજ એક્સરસાઇઝ કરવાનું રાખવું.
more article : Success story : એક નાની ચાની કીટલી ખેતલાઆપા કેવી રીતે બની બ્રાન્ડ ? જાણો