Health Tips : શરીરમાં રોગનું નામ નિશાન નહીં રહે રોજ એક મુઠ્ઠી ખાઓ એનર્જીથી ભરપૂર આ દાળ, રીત જાણવી જરૂરી
Health Tips : સારી લાઈફસ્ટાઈલ માટે હેલ્ધી ભોજન ખૂબ જ જરૂરી છે. તેના માટે લોકો અલગ અલગ વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મગ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એક્સપર્ટ્સ અનુસાર મગને પલાળીને ખાલી પેટે ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. જણાવી દઈએ કે ફણગાયેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટી-ઓક્સિડેન્ટ, કોપર, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
સાથે જ ફણગાવેલા મગમાં ફેટનું પ્રમાણ ઓછુ મળી આવે છે. ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરમાં એનર્જી બની રહે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ઈમ્યૂનિટી થાય છે બૂસ્ટ
Health Tips : નિયમિત ફણગાવેલા મગ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. માટે જો તમે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરો છો તો તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. તેને રોજ એક મુઠ્ઠી ખાવાથી તમે વાયરસ અને બેક્ટેરિયાની ઝપેટમાં આવવાથી બચી શકો છો.
આ પણ વાંચો : Success Story: કોચિંગ વગર UPSCમાં મેળવ્યો છઠ્ઠો રેન્ક, બીજા પ્રયાસમાં મળી સફળતા…
વજન ઘટવું
Health Tips : શરીરના વધતા વજનને કંટ્રોલ કરવા માટે મગ ખૂબ જ સારો ઓપ્શન છે. એવામાં જો તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો તો તમે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરી શકો છે. ફણગાવેલા મગ પ્રોટીન અને ફાઈબરનો સારો સોર્સ માનવામાં આવે છે. સાથે જ તેમાં ફેટનું પ્રમાણ પણ ઓછુ હોય છે જે વજનને ઓછુ કરવામાં મદદ કરે છે.
લોહીની કમી
Health Tips : શરીરમાં લોહીની કમી ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. એવામાં ફણગાવેલા મગની દાળ લાભકારી સાબિત થઈ શકે છે. હકીકતે ફણગાવેલા મગમાં આયર્નની હાજરી હોય છે જે આપણા હીમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે. એામાં જો તમે રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાઓ છો તો લોગીની કમીને દૂર કરી શકાય છે.
મસલ્સને કરે છે સ્ટ્રોંગ
શરીરને તાકાત આપવા માટે મગની દાળનું સેવન કરી શકાય છે. ફણગાવેલા મગનું સેવન મસલ્સ માટે કોઈ વરદાનથી કમ નથી. જણાવી દઈએ કે મગની દાળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. જે મસલ્સને મજબૂતી આપવાનું કામ કરે છે. તેના ઉપરાંત રોજ ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં પ્રોટીનની કમી પણ નથી થતી.
આંખોને રાખે છે હેલ્ધી
Health Tips : નિયમિત રીતે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાથી આંખોને ફાયદો થાય છે. હકીકતે ફણગાવેલા મગમાં વિટામિન એ મળી આવે છે જે આંખોની રોશનીને તેજ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ આંખ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ દૂર કરે છે.
શુગર લેવલ ઘટાડો
Health Tips : ડાયાબિટીસના દર્દી માટે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ફણગાવેલા મગમાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ તેના માટે રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવાની સલાહ આપે છે.
more article : Health Tips : બેવડી ઋતુમાં બીમારીથી બચાવશે આ ડ્રિંક, રોજ પીવાથી થશે ઢગલાબંધ ફાયદા