Health Tips : ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ…AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ !

Health Tips : ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ…AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ !

Health Tips : કોઈ પાસે તેનું તંદુરસ્ત શરીર હોય પણ તેની પાસે મગજ ન હોય તો તે માણસ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. આથી તમારી ફિટનેસ સાથે મગજનો ઉપયોગ પણ કરવો જોઈએ. મગજ સ્વસ્થ રહેશે તો તમે કોઈપણ કામ બરાબર કરી શકશો. મગજ ઠીક નહિ હોય તો તમારા શરીરના દરેક અંગ તેનાથી પ્રભાવિત થશે.

Health Tips : મિત્રો આજના યુગમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મગજ એટલું તેજ દોડે કે દુનિયાની કોઈપણ તાકાત તેને રોકી ન શકે. પણ ઘણી વખત આવું નથી બનતું. ઘણી વખત આપણે કોમ્પ્યુટર ને જોઈને એવું થાય છે કે કાશ આપણું મગજ પણ કોમ્પ્યુટરની જેમ ચાલતું હોત.

Health Tips : પણ તમને એ વાત યાદ અપાવી દઈએ કે આ કોમ્પ્યુટર ને પણ એક માણસે જ બનાવ્યું છે. આથી જો તમે પણ ઈચ્છો છો કે તમારું મગજ ખુબ તેજ ગતિથી કામ કરે તો તમારી ડાયટ માં આ વસ્તુઓને સામેલ કરો.

1) કોળાના બીજ 

કોળું વિશે તો તમે બધા જાણતા જ હશો. અને સાથે વ્હાઈટ કોળા ની મીઠાઈ ના સેવન પણ તમે કર્યું હશે. પણ શું તમે જાણો છો કે કોળુંના બીજ ખુબ જ ફાયદાકારક છે. મગજ અને મેમોરીને શાર્પ રાખવા માટે તમે કોળા ના બીજ નો પ્રયોગ કરી શકો છો.

Health Tips : આમ મગજની તંદુરસ્તી માટે કોળાના બીજનું સેવન ખુબ સારું છે. કોળું માં ઝીંક છે જે મેમોરી પાવર વધારે છે. સાથે જ થીંકીંગ સ્કિલસ એટલે કે વિચારવાની ક્ષમતા ને વધારે છે. બાળકોએ પણ તેનું સેવન કરવું જોઈએ. જેથી કરીને તેની યાદશક્તિ વધે.

Health Tips
Health Tips

2) ડાર્ક ચોકલેટ

આજના યુગમાં ડાર્ક ચોકલેટને સૌથી વધુ સુપર ફૂડ માનવામાં આવે છે. જો તમે તેને પસંદ કરતા હો તો આ તમારા માટે સારા સમાચાર છે. ડાર્ક ચોકલેટની દરેક બાઈટ તમારા દિલને સ્વસ્થ રાખે છે. તેમજ બ્રેઈન ફંક્શનને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

Health Tips : ન્યુટ્રીશિયનના કહ્યા અનુસાર ડાર્ક ચોકલેટમાં ઘણા પ્રકારના ફાઈબર, મિનરલ્સ મળે છે. જેમ કે ઓલિક એસીડ, સ્ટેરીક એસીડ, પામીટીક એસીડ. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બનાવી રાખે છે. ડાર્ક ચોકલેટમાં રહેલ ફ્લેનોલ્સ બ્લડ પ્રેશર ને ઓછુ કરે છે. આ સિવાય હૃદય અને મસ્તિષ્ક સુધી પહોચતું લોહી સાફ કરે છે. જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.

3) બ્રોકલી

મગજ માટે બ્રોકલી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ છે. બ્રોકાલીમાં ઓમેગા-3 ફેટી એસીડ, ફ્લેવોનોઈડ, વિટામીન ઈ, આયર્ન, અને કોપર જેવા તત્વ પણ મળે છે. આ સિવાય આ પોષક તત્વ મગજને તેજ કરવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.

Health Tips : આથી તમે પણ પોતાના મગજની કાર્યક્ષમતા વધારવા માંગો છો તો તેનું સેવન કરવાનું શરુ કરી દો.

આ પણ વાંચો: Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

4) બદામ

બદામ ખાવ અને યાદશક્તિ વધારો. સામાન્ય રીતે એવી કહેવત છે કે જેને ભૂલવાની બીમારી હોય તેણે દરરોજ 10 થી 12 બદામ ખાવી જોઈએ. તેનાથી ઓછી ખાવાથી કોઈ ફાયદો નથી થતો. તેનાથી વધુ પણ ન ખાવી. જો તમે બીજા ડ્રાય ફ્રૂટ પણ લો છો તેની માત્રા ઓછી કરી દો.

Health Tips : બદામને સ્નેક્સની જેમ ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. પીસીને દુધમાં નાખીને પણ ખાઈ શકો છો. તેની છાલ ના કાઢો કારણ કે તેમાંથી ફાઈબર નીકળી જાય છે.

5) બ્લૂ બેરી

બ્લૂ બેરીમાં મેગ્નીજ, વિટામીન સી, વિટામીન કે અને ફાઈબર ભરપુર હોય છે. બેરીમાં એન્ટી ઓક્સીડેંટ ફ્લેવોનોએડ્સ રહેલ છે. જે બ્રેઈન સેલ્સને મજબુત કરે છે. મગજની શક્તિ વધારે છે.તમે બાળકોને પણ બ્લૂ બેરીજ આપી શકો છો.

Health Tips
Health Tips

6) ગ્રીન ટી

ગ્રીન ટી પણ મગજની શક્તિ વધારવા મદદ કરે છે. તેમાં રહેલ કેફીન બ્રેઈન ફંક્શન વધારે છે. તેના સેવનથી સતર્કતા, પ્રદર્શન, સ્મૃતિ, ફોકસ કરવાની સ્થિતિ વધારે છે. ગ્રીન ટી માં એન્ટી ઓક્સીડેંટસ મળે છે. આખા દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. તેના સેવનથી બોડી રીલેક્સ થાય છે.

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

7) દાડમ

મેમોરીને શાર્પ કરવા માટે થોડી ક્ષણો પણ અસરકારક સાબિત થાય છે. દાડમમાં સૌથી વધુ પોષક તત્વ રહેલા છે. દાડમ ખાવાથી લોહી વધે છે અને યાદશક્તિ પણ વધે છે.  દાડમ માં રહેલ પોલીફેનલ્સ નામનું તત્વ બ્લડ બ્રેઈન બેરીયરને ક્રોસ કરતા ન્યુરોડીજેનારેટીવ બીમારીથી સુરક્ષા આપવામાં મદદ કરે છે.

8) અખરોટ

અખરોટ મગજ માટે ખુબ જ હેલ્દી છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વ રહેલા છે. જે મગજને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. અને મગજ એક્ટીવ રહે છે. અખરોટમાં વિટામીન ઈ, કોપર, મેગ્નીજ, હોય છે જે બ્રેઈન પાવર વધારે છે.

Health Tips
Health Tips

 

more article : Surat : ગુજરાતમાં અહીં બિરાજે છે જલેબી હનુમાનદાદા,નામ પાછળ આસ્થાભર્યો ઈતિહાસ, સ્વપ્નમાં છતનું કીધું….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *