Health Tips : બેવડી ઋતુમાં બીમારીથી બચાવશે આ ડ્રિંક, રોજ પીવાથી થશે ઢગલાબંધ ફાયદા
Health Tips : બદલતી ઋતુમાં અસ્થમા, એલર્જી અને સાઈનાઈટિસના દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી જાય છે. આ સીઝનમાં બીમારીના લક્ષણ વધી જાય છે. તેનાથી બચવા માટે ખાસ આયુર્વેદિક ડ્રિંક પીવો.ઠંડી જઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી ટેમ્પરેચર વધતુ જઈ રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધુ છે. બદલાતી સીઝનમાં બીમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને જે લોકોની ઈમ્યૂનિટી કમજોર હોય છે. અને એવા લોકો જે ખાસ પ્રકારની બીમારીઓના પ્રતિ સેન્સિટિવ હોય છે. એવા લોકો માટે આયુર્વેદમાં એક ખૂબ જ અસરકારક ડ્રિંક જણાવવામાં આવી છે. જેને પીવાથી સ્થૂળતા અને થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.
બદલાતી સીઝનમાં આ બીમારીઓનો ખતરો વધારે રહે છે
Health Tips : એલર્જી, અસ્થમા અને સાઈનોસાઈટિસના દર્દી માટે બદલાતી સીઝન મુશ્કેલી લઈને આવે છે. એવા લોકોને વસંતની સીઝનમાં સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો લક્ષણોના વધવાનો ડર રહે છે. બદલાતી સીઝનમાં અસ્થમા, એલર્જી અને સાઈનાઈટિસની સમસ્યા વધી જતી હોય તો આ અસરકારક ડ્રિંક પીવાથી રાહત મળશે.
બદલાતી સીઝનમાં પીવો આ ડ્રિંક
Health Tips : બદલાતી સીઝનમાં અસ્થમા, સાઈનાઈટિસ અને એલર્જીની સમસ્યાથી બચવું છે તો ડ્રિંકને મહિના સુધી પીવો. આ ડ્રિંકને બનાવવા માટે બે લીટર પાણીમાં એક ચપટી સુઠ એટલે ડ્રાય જિંજર પાઉડર નાખી ઉકાળી લો. આ ડ્રિંકને આખો દિવસ થોડુ થોડુ પીવો. તેનાથી શરીરમાં થઈ રહેલો કફ દૂર થશે.
આયુર્વેદિક ડ્રિંક પીતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન
Health Tips : સુંઠથી બનેલી આ ડ્રિંકને એસિડિટીના દર્દીએ બિલકુલ ન પીવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે.
ત્યાં જ આ ડ્રિંક ફક્ત ગરમી શરૂ થાય તે પહેલા સુધી જ પીવો. ગરમી શરૂ થયા બાદ તેને પીવાની બંધ કરી દો.
તેની સાથે જ સુંઢથી બનેલી આ ડ્રિંક એક દિવસના અંતર પર પીવો. જેનાથી શરીરમાં બેલેન્સ બની રહે.
વેટ લોસ માટે પણ અસરકારક
Health Tips : અસ્થમા, એલર્જીના ઉપરાંત સુંઢથી બનેલી આ ડ્રિંકને વેટ લોસ, પીસીઓડી અને થાઈરોઈડની સમસ્યામાં પણ પી શકાય છે. આ વેટ લોસમાં મદદ કરે છે.
more article : Isha Ambani : નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની