Health Tips : ભીષણ ગરમીમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 10 વાતોનું રાખો ધ્યાન

Health Tips : ભીષણ ગરમીમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 10 વાતોનું રાખો ધ્યાન

Health Tips : ઉનાળા દરમિયાન હાર્ટની હેલ્થ પર પણ અસર પડે છે. ગરમીમાં પરસેવો પણ વધારે થાય છે તેવામાં હાર્ટનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમને હાર્ટ હેલ્થ સંબંધિત કેટલીક જરૂરી ટિપ્સ જણાવીએ. ઉનાળામાં હાર્ટ સંબંધીત આ 10 બાબતોનો ખાસ ધ્યાન રાખવું જરુરી છે.

Health Tips : દેશભરમાં કાળજાળ ગરમી પડવા લાગી છે. આ સમય દરમ્યાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો નબળાઈ, ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ઉનાળા દરમિયાન હાર્ટની હેલ્થ પર પણ અસર પડે છે. ગરમીમાં પરસેવો પણ વધારે થાય છે તેવામાં હાર્ટનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમને હાર્ટ હેલ્થ સંબંધિત કેટલીક જરૂરી ટિપ્સ જણાવીએ. ઉનાળામાં હાર્ટ સંબંધીત આ 10 બાબતોનો ખાસ ધ્યાન રાખવું જરુરી છે.

હાર્ટને હેલ્ધી રાખવાની 10 ટીપ્સ 

Health Tips : – ઉનાળા દરમિયાન શરીરની પાણીની જરૂરિયાત વધી જાય છે. જો તમે રોજ સાત થી આઠ ક્લાસ પાણી પીવો છો તો ઉનાળા દરમિયાન મહિલાઓએ 11 ગ્લાસ પાણી અને પુરુષોએ 16 ગ્લાસ પાણી પીવું જોઈએ. સાથે જ ઉનાળામાં એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જે શરીરને હાઇડ્રેટ કરે.

Health Tips
Health Tips

Health Tips : – ઉનાળામાં હેવી કસરત કરવી નહીં પરંતુ હળવી કસરત રોજ સવારે કરવી. નિયમિત કસરત કરી લેવાથી શરીર પર પોઝિટિવ અસર થાય છે.

– ઉનાળામાં દારૂ કે કેફીન યુક્ત વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આવી વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.

– શરીરનું તાપમાન કંટ્રોલ કરવા માટે નિયમિત પ્રાણાયામ કરવું જોઈએ. પ્રાણાયામ કરવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે.

– હાર્ટને હેલ્ધી રાખવું હોય તો ઉનાળા દરમિયાન ડાયટમાં સલાડ સહિતની વસ્તુઓ વધારે લેવી. ગરમીમાં એવો આહાર લેવો જેમાં ફાઇબર વધારે હોય.

– ઉનાળા દરમિયાન તડકો સ્કીન ડેમેજ કરે છે અને સાથે જ હાર્ટને પણ અસર કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર રહેવાનું ટાળવું.

Health Tips
Health Tips

Health Tips : – ઘણા લોકો આખો દિવસ દોડધામ કરે છે અને આરામ પર ધ્યાન આપતા નથી, તેના કારણે હાર્ટ પર અસર થાય છે. ઉનાળા દરમિયાન કામ કરવાની સાથે આરામ પર પણ ધ્યાન આપવું.

– ગરમીમાં તમે વ્યાયામ કરો ત્યારે હાર્ટ બીટ પર ધ્યાન આપવું. વધારે એક્સરસાઇઝ કરવાથી ચક્કર આવવા, હાર્ટ બીટ વધી જવી જેવી સમસ્યા પણ થઈ શકે છે તેથી આ દિવસોમાં ઓવર એક્ટિવિટી ન કરો.

આ પણ વાંચો : Harsh Patel : વડોદરાનો હર્ષ પટેલ UPSCની પરીક્ષામાં ઝળક્યો, ઑલ ઈન્ડિયામાં 392મો રેન્ક પ્રાપ્ત કર્યો..

– ઉનાળા દરમિયાન હંમેશા ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા. તેનાથી શરીરને ઠંડક મળતી રહે છે. આ સિવાય દિવસ દરમિયાન તડકામાં નીકળવાનું પણ ટાળવું.

– ઉનાળા દરમિયાન રોજ રાત્રે પૂરતી ઊંઘ કરવી. આરામ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. ગરમીમાં રાત્રે હળવું ભોજન કરવું જેથી ઊંઘમાં ખલેલ પહોંચે નહીં.

Health Tips
Health Tips

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *