Health Tips : જો તમને વધુ પરસેવો વળતો હોય તો ચેતી જજો, હોઈ શકે હાર્ટ એટેકનો સંકેત

Health Tips : જો તમને વધુ પરસેવો વળતો હોય તો ચેતી જજો, હોઈ શકે હાર્ટ એટેકનો સંકેત

Health Tips : ઉનાળામાં પરસેવો વળવો ખૂબ સામાન્ય વાત છે પરંતુ વધારે પરસેવો વળે તો તે હાર્ટ અટેકનો સંકેત પણ હોઈ શકે છે.હાર્ટ અટેકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહીં છે. પેહલા 45-50 વર્ષ બાદ લોકોને હાર્ટ એટેક આવતા હવે યંગ લોકોને પણ અટેક આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ફૂડ હેબિટને જવાબદાર માનવામાં આવે છે. કોરોના બાદ તો અચાનક હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ વધી ગયા છે.

Health Tips : વધુ પરસેવો વળતો હોય તો ચેતી જજો

Health Tips : જ્યારે હાર્ટ અટેક આવવાનો હોય તે વખતે કેટલાક લક્ષણો દેખાય છે. જેમાં છાતીમાં દુઃખાવો, ગભરામણ, પરસેવો વળવો, થાક લાગવો,દાંત કે દાઢમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો કોમન છે.

આ પણ વાંચો : Health Tips : સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર દેખાય છે સોજો? અપનાવો આ સરળ ઉપાય

હાર્ટ અટેક વખતે કેમ વળે છે પરસેવો ?

Health Tips : એક્સપર્ટ મુજબ, જ્યારે લોહી હૃદય સુધી બરાબર રીતે નથી પોહચતું ત્યારે હાર્ટ અટેકના ચાન્સ વધી જાય છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી આવે છે જેથી વધુ પરસેવો વળે છે. હ્યદય લોહીને પંપ કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે હ્યદય પ્રોપર પંપ નથી કરી શકતું ત્યારે હાર્ટ પર પ્રેશર વધે છે. આ સ્થિતિમાં શરીરમાંથી પરસેવો વળવા લાગે છે.

આ કારણે આવે છે હાર્ટ અટેક

Health Tips : હાર્ટ અટેક કોઈ એક કારણસર નહીં પણ અનેક કારણસર આવી શકે છે. જેમાં ખરાબ લાઇસ્ટાઈલ, ફૂડ હેબીટ જેવા કારણ હોઈ શકે છે.જે લોકોમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે તેઓમાં હાર્ટ અટેકનો ખતરો વધુ રહે છે, તેઓમાં આર્ટરી બ્લોકેજનું રિસ્ક વધુ હોય છે.

Health Tips : વધારે વજનવાળા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના હોય છે.જે લોકોને ડાયાબિટીજ, કિડની કે લિવરનો પ્રોબ્લેમ છે તેઓમાં પણ હાર્ટ અટેકનો ખતરો રહે છે.જે લોકોને દારૂ પીવાની આદત હોય તેમને પણ હાર્ટ અટેક આવી શકે છે

more article  : Sita Navami 2024 : સીતા નવમી ક્યારે છે? જાણો સાચી તિથિ, પૂજાનો સમય અને સુખ-સમૃદ્ધિ મેળવવાની રીતો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *