Health Tips : આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન..

Health Tips : આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન..

Health Tips : લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.’

Health Tips : ઉનાળાની શરૂઆત થાય એટલે લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. ગરમીમાં બહાર જવાનું થાય તો લોકો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે આ સિવાય ઘરમાં પણ લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

Health Tips : આ 5 સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો જો લીંબુ પાણીનું સેવન કરે છે તો તેમને ફાયદો થવાને બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. જો તમે પણ આ પાંચમાંથી કોઈ એક પણ સમસ્યા ધરાવવો છો તો આ ગરમીની સિઝનમાં લીંબુ પાણી પીવાનું ટાળજો.

Health Tips
Health Tips

આ લોકોએ ન પીવું લીંબુ પાણી

એસીડીટી

જે લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન હોય તેમણે વધારે માત્રામાં લીંબુનું પાણી પીવું નહીં. લીંબુ પાણીમાં સિટ્રિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં એસિડિટી વધારી શકે છે. જો તમને પહેલાથી જ એસિડિટી હોય અને તમે લીંબુ પાણી પીવો તો તકલીફ ગંભીર થઈ જાય છે.

દાંતની તકલીફ

જે લોકોને દાંતની તકલીફ હોય એટલે કે કોઈપણ પ્રકારનો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલું એસિડ દાંતના ઈનેમલને ખરાબ કરે છે. સાથે જ દાંતની સંવેદનશીલતાની સમસ્યા પણ વધી જાય છે. જો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ લીંબુ પાણીનું સેવન કરવું.

હાડકાની સમસ્યા

જે લોકો હાડકા સંબંધિત સમસ્યા ધરાવે છે તેમણે પણ લીંબુ પાણી પીવું નહીં. વધારે માત્રામાં લીંબુ પાણી પીવાથી હાડકાને નુકસાન થાય છે. લીંબુમાં રહેલા એસિડના કારણે હાડકામાં રહેલા કેલ્શિયમનું ઝડપથી ધોવાણ થઈ જાય છે. એટલે કે કેલ્શિયમ પેશાબ માટે બહાર નીકળવા લાગે છે જેના કારણે હાડકા અંદરથી નબળા પડી જાય છે.

Health Tips
Health Tips

કિડનીની બીમારી

કિડની બીમારી હોય તે લોકો માટે પણ લીંબુ પાણી જોખમી છે. લીંબુ પાણી પીવાથી કિડની પર વધારે પ્રેશર આવે છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. જે લોકો કિડની સંબંધીત સમસ્યાથી પીડિત છે તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

હાર્ટબર્ન

જે લોકોને છાતીમાં બળતરા રહેતી હોય તેમણે પણ લીંબુ પાણી પીવાનું ટાળવું. લીંબુ પાણી પીવાથી શરીરમાં પેપ્સીન નામનું એન્જાઈન સક્રિય થઈ જાય છે જો રોજ લીંબુ પાણી પીવામાં આવે તો છાતીમાં બળતરાની સમસ્યા વધી જાય છે અને અલ્સર પણ થઈ શકે છે.

Health Tips
Health Tips

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *