Health Tips : કબજીયાતથી છો પરેશાન તો રોટલી બનાવતા પહેલા લોટમાં મિક્સ કરો આ વસ્તુ, સવારે પેટ થઈ જશે સાફ..

Health Tips : કબજીયાતથી છો પરેશાન તો રોટલી બનાવતા પહેલા લોટમાં મિક્સ કરો આ વસ્તુ, સવારે પેટ થઈ જશે સાફ..

Health Tips : જો તમે પણ કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો રોટલી બનાવતા સમયે લોટમાં એક વસ્તુ મિક્સ કરવાની છે. આ સમસ્યાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે.આજના સમયમાં કબજીયાત એક એવી સમસ્યા બની ગઈ છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. મોટા ભાગના લોકોમાં કબજીયાતની સમસ્યા જોવા મલે છે.

Health Tips : લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ જો આ સમસ્યાની સારવાર યોગ્ય સમયે ન કરવામાં આવે તો તે જૂની થઈ જાય છે અને મોટી સમસ્યા થવાનું કારણ બને છે. કબજીયાતની સમસ્યા થવાના ઘણા કારણ હોય છે. જેમાં ખરાબ લાઇફસ્ટાઇલ, ખાનપાન, ઓછું પાણી પીવું અને ચિંતા પણ એક કારણ હોઈ શકે છે.

Health Tips
Health Tips

Health Tips : કબજીયાતની સમસ્યા થવા પર મળ સખત થઈ જાય છે અને પેટ સારી રીતે સાફ થતું નથી. જેના કારણે પેટ હંમેશા ભરેલું લાગે છે. કબજીયાતને કારણે પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો, ખાટા ઓડકાર અને ઉલ્ટી જેવી સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે ઘણા પ્રકારની દવાઓ બજારમાં મળે છે પરંતુ તેનું સેવન બંધ કર્યા બાદ આ સમસ્યા ફરી થવા લાગે છે.

આ પણ વાંચો :  Success Story : 30 હજારની નોકરી કરનાર બન્યો અબજોપતિ, ટેન્ટ નાખીને શરૂ કર્યો હતો બિઝનેસ, સફળતાની કહાની રોચક..

Health Tips : જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો ઘરેલું નુસ્ખાની મદદ લઈ શકો છો. આજે અમે તમને એવા દેશી નુસ્ખા વિશે જણાવી રહ્યાં છીએ, જે તમને આ સમસ્યા ખતમ કરવામાં મદદ કરી શકે છે.

Health Tips : કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે તમે રોટલી બનાવતા પહેલા લોટમાં એક વસ્તુ મિક્સ કરી દો. લોટમાં ઓટ્સ મિક્સ કરી રોટલી બનાવી ખાવાથી કબજીયાતમાં રાહત મળી શકે છે. તે માટે તમે ઓટ્સને મિક્સરમાં પીસી પાઉડર બનાવી લો. પછી આ પાઉડરને ઘઉંના લોટમાં મિક્સ કરી દો. ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી આ લોટથી બનેલી રોટલીનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત મળે છે.

Health Tips
Health Tips

Health Tips : ઓટ્સમાં ફાઈબર, વિટામિન-બી, આયરન, ઝિંક અને મેગ્નીશિયમ જેવા હોષક તત્વો હોય છે, જે પાચન મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે સ્ટૂલને મુલાયમ કરવામાં મદદ કરે છે, જેનાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં બીટા ગ્લૂકોન હોય છે, જે આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી  કબજીયાતની સમસ્યાથી છુટકારો મળે છે.

Health Tips
Health Tips

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *